ભારત અને સંયૂક્ત અરબ અમીરાત (યુએઈ)ના સંબંધ મજબૂત થઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએઈના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનની વચ્ચે મંગળવારે અમદાવાદમાં મુલાકાત થઈ, જેમાં બંને દેશોની વચ્ચે 4 કરાર થયા. તેમાંથી એક ગુજરાત સરકાર અને દુબઈ સ્થિત મલ્ટીનેશનલ લોજિસ્ટિક્સ કંપની ડીપી વર્લ્ડની વચ્ચે થયેલા કરાર સામેલ છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધારતા વડાપ્રધાન મોદીએ ગાંધીનગરમાં સંયૂક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ અને અબૂ ધાબીના વડા મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનની સાથે ચર્ચા કરી. 7 મહિનાથી પણ ઓછા સમયમાં આ ચોથી વખત બંને દેશના વડા વચ્ચે મુલાકાત યોજાઈ છે.
- Advertisement -
જેમાં બંને નેતાઓએ ઝડપથી બદલાઈ રહેલી ભારત-યુએઈ ભાગીદારીની સરાહના કરી અને સમૃદ્ધ ભવિષ્ય માટે પોતાની પ્રતિબદ્ધતા બતાવી. જયસ્વાલે એક અન્ય પોસ્ટમાં કરારની જાણકારી આપતા જણાવ્યું કે ભારત અને યુએઈની વચ્ચે 3 કરાર રિન્યુએબલ એનર્જી સેક્ટર, નવીન હેલ્થ કેર પ્રોજેક્ટ્સ અને ફૂડ પાર્ક વિકાસમાં રોકાણથી જોડાયેલો છે.