વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજ રોજ ભારત મંડપમ, પ્રગતિ મેદાન, નવી દિલ્હીમાં 7માં નેશનલ મોબાઇલ કોંગ્રેસ 2023નું ઉદઘાટન કર્યુ. આ દરમ્યાન વડાપ્રધાન મોદીએ આયોજીત પ્રદર્શન નિહાળ્યું હતું તેમજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દિકરા આકાશી અંબાણીએ તેમને નવી ટેકનિક વિશે જાણકારી પણ આપી હતી.
PM Modi inaugurates an exhibition at the 7th edition of India Mobile Congress in Delhi
- Advertisement -
Akash Ambani, Chairman of Reliance Jio Infocomm Ltd explains to the PM the work being done by his company in the area of telecommunications pic.twitter.com/SOUmTaqAH9
— ANI (@ANI) October 27, 2023
- Advertisement -
આ કાર્યક્રમ પછી વડાપ્રધાન મોદીએ સંબોધિત કરતા કહ્યું કે, આજે દરેક દિવસ ટેક્નોલોજીમાં ઝડપી ફેરફારના કારણે આપણે કહીએ છીએ કે, ધફ્યુચર ઇઝ હિયર એન્ડ નાઉ. આ એક્ઝીબિશનમાં તેમણે ભવિષ્યની નવી ઝલકમાં ટેલીકોમ, ટેક્નોલોજીની કનેક્ટિવિટી, 6જી, એઆઇ, સાઇબર સિક્યોરિટી, સેમીકંડક્ટર, ડ્રોન તેમજ સ્પેસ સેક્ટર અને બીજા કેટલાય સેકરટ આવનારા સમયમાં બિલકુલ અલગ બની જવાના છે. એક વાતની ખુશી છે કે, અમારી યુવા પેઢી દેશના ભવિષ્યનું નેતૃત્વ કરી રહી છે, અને ટેક્નોલોજીને લીડ કરી રહી છે.
#WATCH | At India Mobile Congress, PM Modi says," Recently, Google has announced the manufacturing of its Pixel phone in India. Samsung's Fold 5 mobile phone and Apple's iPhone 15 are being manufactured in India. We are proud that the world is using Made in India mobile phones… pic.twitter.com/lqQ2cmgnMl
— ANI (@ANI) October 27, 2023
6G વિશે વાત કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમે ના કેવળ 5જી, પરંતુ 6જીના ક્ષેત્રમાં લીડર બનવા જઇ રહ્યા છીએ. 2જીમાં શું છે એ તો નવી પેઢીને ખબર પણ નહીં હોય. હું એનો ઉલ્લેખ કરવા નથી માંગતો કારણકે મીડિયાવાળા તેને જ મુદો બનાવશે. એટલું જરૂર કહીશ કે, અમારા કાર્યકાળમાં 4જીનો વિસ્તાર થયો પરંતુ કોઇ પણ ભ્રષ્ટાચાર થયો નહીં. મારો દાવો છે કે, 6જીમાં ભારત દુનિયાને લીડ કરશે. ઇન્ટરનેટમાં સ્પીડ ના કેવળ રૈંકિગમાં સુધારો થાય છએ, પરંતુ અમારી ઇઝ ઓફ લાઇફમાં પણ સુધારો થાય છે. ઇન્ટરનેટની સ્પીડ સોશ્યલ અને ઇકોનોમિક બંન્ને રૂપથી મોટી પરિવર્તિત થાય છે.
#WATCH | Speaking at India Mobile Congress in Delhi, PM Modi says, "We are not only expanding 5G in the country but also moving in the direction of becoming leaders in the area of 6G technology…Everyone knows what happened during the 2G (spectrum allocation during UPA govt).… pic.twitter.com/8QzllndBSD
— ANI (@ANI) October 27, 2023
સરકાર જ હેંગ થઇ જતી હતી
કોંગ્રેસનું નામ લીધા વગર તેમના પર આરોપ લગાવતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વર્ષ 2014ની એક તારીખ નહીં, પરંતુ મોટું પરિવર્તન છે. વર્ષ 2014 પહેલા ભારતની પાસે 100 જેટલા સ્ટાર્ટઅપ હતા, પરંતુ આ સંખ્યા 1 લાખની આસ-પાસ છે. આ પણ સારૂ છે કે સ્ટાર્ટ અપને પ્રોત્સાહિત કરવા માટે મોબાઇલ કોંગ્રેસ એક પ્રોત્સાહિત કાર્યક્રમ છે. આ પડાવ પર અમે પણ યાદ રાખશું કે અમે કેટલા આગળ નિકળી ગયા અને કેટલી પરિસ્થિતિઓમાં ફેરફાર થવાથી આટલા આગળ આવ્યા.
તેમણે વધુમાં કહ્યું કે, ગુગલ પણ પિક્સલ ફોન ભારતમાં બનાવશે. સૈમસંગ અને એપલ પણ ભારતમાં ઉત્પાદન કરશે. આજે સમગ્ર દુનિયા મેડ ઇન ઇન્ડિયાના ફોનનો ઉપયોગ કરી રહી છે. આજે જરૂરિયાત છે કે, મોબાઇલ અને ઇલેકટ્રોનિક્સ મૈન્યુફૈક્ચરિંગમાં પોતાની ક્ષમતામાં વધારો કરે. ભારતમાં વિકાસનો લાભ દરેક વર્ગ, દરેક ક્ષેત્ર સુધી પહોંચે, ભારતમાં સંસાધનોમાં બધાને લાભ મળે, બધા સમ્માનજનક જીવન મળે અને બધા સુધી ટેક્નોલોજીનો ફાયદો પહોંચે, આ દિશામાં ઝડપથી કામ થઇ રહ્યું છે.
આ કાર્યક્રમ દરમ્યાન વડાપ્રધાન દેશભરમાં શૈક્ષણિક સંસ્થાઓને 100 5જી યૂઝ કેસ લૈબ્સ આપી હતી. આ પ્રયોગશાળાઓને આ પ્રોગ્રામ હેઠળ વિકસિત કરવામાં આવશે.
#WATCH via ANI Multimedia | PM Modi inaugurates the 7th Edition of the India Mobile Congress at Bharat Mandapam | New Delhihttps://t.co/Ommw9e6DFv
— ANI (@ANI) October 27, 2023
બે દિવસ સુધી આ કાર્યક્રમ ચાલશે
ભારતીય મોબાઇલ કોંગ્રેસ એશિયાનું સૌથી મોટું ટેલિકોમ, મીડિયા અને ઓદ્યૌગિક મંચ છે, જે 27થી 29 ઓક્ટોમ્બર 2023 સુધી ચાલશે. આ આયોજન ટેલિકોમ અને ઓદ્યૌગિકમાં ભારતની અવિશ્વસનીય પ્રગતિને રેખાંકિત કરે, મહત્વપૂર્ણ ઘોષણા કરવા તથા સ્ટાર્ટ-અપને પોતાના નવીન ઉત્પાદનો અને સમાધાનોને પ્રદર્શિત કરવાનો અવસર આપવા માટે એક મંચના રૂપમાં કામ કરશે.