એલન મસ્કે કહ્યું કે હવે સંયુક્ત રાષ્ટ્ર સાથે જોડાયેલી સંસ્થાઓના પુર્નગઠનની જરૂરિયાત છે. UN સંસ્થાઓમાં સુધારાની જરૂર છે. સમસ્યા એ છે કે જે દેશો પાસે વધુ શક્તિ છે તેઓ તેને છોડવા તૈયાર નથી.
અમેરિકન અબજોપતિ એલન મસ્કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં ભારતના કાયમી સભ્યપદને સમર્થન આપ્યું છે. તેણે X પર લખ્યું, ‘કેટલાક સમયે UN સંસ્થાઓમાં સુધારાની જરૂર છે. સમસ્યા એ છે કે જે દેશો પાસે વધુ શક્તિ છે તેઓ તેને છોડવા તૈયાર નથી. સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોવા છતાં ભારતને સુરક્ષા પરિષદમાં કાયમી બેઠક ન મળે તે વાહિયાત છે. આ સાથે જ એમ પણ કહ્યું કે આફ્રિકાને પણ સામૂહિક રીતે કાયમી બેઠક મળવી જોઈએ.
- Advertisement -
And what about India? 🇮🇳
Better yet is to dismantle the @UN and build something new with real leadership. https://t.co/EYpyooHaH4
— Michael Eisenberg (@mikeeisenberg) January 21, 2024
- Advertisement -
મુદ્દો કેવી રીતે ઉભો થયો?
એલોન મસ્કે આ ટિપ્પણી સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ દ્વારા 21 જાન્યુઆરીના રોજ એક ટ્વિટ પર કરી હતી. ગુટેરેસે ટ્વિટર પર લખ્યું, ‘આપણે કેવી રીતે સ્વીકારી શકીએ કે આફ્રિકા પાસે હજુ પણ સુરક્ષા પરિષદમાં એક પણ કાયમી સભ્ય નથી? સંસ્થાઓએ આજની દુનિયાને પ્રતિબિંબિત કરવી જોઈએ, ન કે 80 વર્ષ પહેલાની દુનિયાને. સપ્ટેમ્બરમાં યોજાયેલ સમિટ વૈશ્વિક ગવર્નન્સ રિફોર્મ્સ પર વિચારણા અને વિશ્વાસ પુનઃનિર્માણ કરવાની તક હશે.
Elon Musk tweets "At some point, there needs to be a revision of the UN bodies…India not having a permanent seat on the Security Council, despite being the most populous country on Earth, is absurd. Africa collectively should also have a permanent seat imo." pic.twitter.com/X8avkRuxf6
— ANI (@ANI) January 23, 2024
હવે UNSCની સ્થિતિ શું છે?
UNSC એ સંયુક્ત રાષ્ટ્રના સૌથી મહત્વપૂર્ણ એકમોમાંનું એક છે. તેની રચના 1945 માં બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન કરવામાં આવી હતી. હાલમાં UNSCના 5 સ્થાયી સભ્યો છે, જેમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીનનો સમાવેશ થાય છે. ભારત અસ્થાયી સભ્ય છે. અગાઉ, UNSCમાં સ્થાયી અને અસ્થાયી સભ્યો સહિત 11 સભ્યો હતા, જે 1965માં વધારીને 15 કરવામાં આવ્યા હતા. સ્થાયી સભ્યો સિવાય 10 અન્ય દેશોને 2 વર્ષ માટે અસ્થાયી સભ્યો તરીકે સામેલ કરવામાં આવ્યા છે.
અગાઉ, પીએમ મોદી સાથેની તેમની દ્વિપક્ષીય બેઠક દરમિયાન, યુએસ પ્રમુખ જો બાયડને પણ યુએન સુરક્ષા પરિષદમાં ભારતની કાયમી સભ્યપદનું જોરદાર સમર્થન કર્યું હતું.
જણાવી દઈએ કે G20 મીટિંગ દરમિયાન પીએમ મોદી સાથે દ્વિપક્ષીય બેઠક બાદ તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગને પણ કહ્યું હતું કે જો ભારત જેવો દેશ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો સ્થાયી સભ્ય બને તો તુર્કીને ગર્વ થશે. એ સમયે એર્દોગનનું આ નિવેદન આશ્ચર્યજનક છે કારણ કે તેઓ ઘણી વખત અનેક મંચો પર ભારત વિરોધી વલણ અપનાવી ચૂક્યા છે.