ભારત-પાકિસ્તાન મહામુકાબલાનો માર્ગ મોકળો: પાકિસ્તાને અંતે હાર સ્વીકારી
પાકિસ્તાનનો મોટો યુ-ટર્ન: આંતરરાષ્ટ્રીય દબાણ સામે શાહબાઝ સરકાર ઝૂકી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
ઝ20 વર્લ્ડ કપ 2026 માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ-વોલ્ટેજ મેચને લઈને ચાલી રહેલી અનિશ્ચિતતાનો આખરે અંત આવ્યો છે. લાંબા સમયના ઈનકાર અને આકરા વલણ બાદ, પાકિસ્તાન સરકારે આખરે શરણાગતિ સ્વીકારીને ભારત સામે મેદાનમાં ઉતરવાની સત્તાવાર મંજૂરી આપી દીધી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (ઙઈઇ) અને સરકારે આ નિર્ણય પાછળ આંતરરાષ્ટ્રીય દબાણ અને મિત્ર દેશોની મધ્યસ્થતાનું કારણ આપ્યું છે.
પાકિસ્તાન સરકારે સોશિયલ મીડિયા પર આ નિર્ણય અંગે જણાવતા કહ્યું કે, વડાપ્રધાન શાહબાઝ શરીફને ઙઈઇ અધ્યક્ષ મોહસીન નકવી દ્વારા ઈંઈઈ અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ સાથે થયેલી ઉચ્ચ સ્તરીય બેઠક વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (ઇઈઇ)ની ઔપચારિક વિનંતી અને શ્રીલંકા તથા સંયુક્ત આરબ અમીરાત (ઞઅઊ) જેવા સભ્ય દેશોના સંદેશાઓને ધ્યાનમાં રાખીને પાકિસ્તાને આ મડાગાંઠ ઉકેલવા માટે સંમતિ દર્શાવી છે.
નિર્ણયની પ્રક્રિયા અંગે વધુ વિગતો આપતા સરકારે ઉમેર્યું કે, વડાપ્રધાન શાહબાઝ શરીફે શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે સાથે ફોન પર મૈત્રીપૂર્ણ વાતચીત કરી હતી. શ્રીલંકાના રાષ્ટ્રપતિએ બંને દેશો વચ્ચેના ઐતિહાસિક સંબંધોને યાદ કરી વર્તમાન વિવાદને પરસ્પર સંમતિથી ઉકેલવા વિનંતી કરી હતી.
તમામ રાજદ્વારી અને રમતગમતના અવરોધોને દૂર કરતા પાકિસ્તાન સરકારે સત્તાવાર આદેશ જારી કર્યો છે કે, ’વિવિધ રાષ્ટ્રો સાથેની ચર્ચાઓ અને મિત્ર દેશોની ભાવનાને માન આપીને, પાકિસ્તાન સરકાર રાષ્ટ્રીય ટીમને 15 ફેબ્રુઆરી, 2026 ના રોજ ઈંઈઈ મેન્સ ઝ20 વર્લ્ડ કપમાં ભારત સામે નિર્ધારિત મેચ રમવા માટે નિર્દેશ આપે છે.’
આ રીતે પાકિસ્તાને ફરી એકવાર ભારત સામે રમવાના મામલે નમતું જોખ્યું છે. જોકે, પાકિસ્તાન આને ‘મિત્ર દેશોની વિનંતી’ અને ‘આંતરરાષ્ટ્રીય સૌહાર્દ’ ના લેબલ હેઠળ રજૂ કરી રહ્યું છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે ઈંઈઈના સંભવિત દંડ અને આર્થિક નુકસાનથી બચવા માટે આ યુ-ટર્ન લેવામાં આવ્યો છે.



