31 ઑગસ્ટે પાકિસ્તાન ટીમ મુલતાનમાં નેપાળ સામે રમી શકે અને ત્યાં જ યોજાઈ શકે ઉદ્ઘાટન સમારોહ
ખાસ-ખબર સંવાદદાતા
એશિયા કપ-2023નું આયોજન હાઈબ્રિડ મોડેલ હેઠળ 31 ઑગસ્ટથી 17 સપ્ટેમ્બર સુધી કરવામાં આવશે. આ વખતે એશિયા કપનું આયોજન પાકિસ્તાન અને શ્રીલંકા બન્ને જગ્યાએ કરવામાં આવશે જેમાં પાકિસ્તાનમાં ચાર મુકાબલા તો શ્રીલંકામાં નવ મેચ રમાશે. આ ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચનું આયોજન શ્રીલંકામાં થશે.
- Advertisement -
બન્ને ટીમો વચ્ચે પહેલા ગ્રુપ મેચ બે સપ્ટેમ્બરે રમાય તેવી શક્યતા છે તો ત્યારપછી બન્ને ટીમો વચ્ચે બીજી ટક્કર 10 સપ્ટેમ્બરે થઈ શકે છે. આશા છે કે પાકિસ્તાનની ટીમ પોતાની પહેલી ગ્રુપ મેચ 31 ઑગસ્ટે મુલતાનમાં નેપાળ વિરુદ્ધ રમશે અને ટૂર્નામેન્ટનો ઉદ્ઘાટન સમારોહ પણ એ જ દિવસે મુલતાનમાં આયોજિત કરાશે. પાકિસ્તાનમાં એશિયા કપની મેચોનું આયોજન લાહોરમાં પણ થઇ શકે છે.
જો આ પ્રસ્તાવિક કાર્યક્રમને મંજૂરી મળી જાય છે તો પાકિસ્તાનની ટીમ નેપાળ વિરુદ્ધ પોતાની પહેલી મેચના તુરંત બાદ શ્રીલંકા માટે રવાના થઈ જશે. દરમિયાન શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન શ્રીલંકા જતાં પહેલાં પાકિસ્તાનમાં તેના ગ્રુપ મુકાબલા રમશે.