6 માસમાં જ તૈયાર થયેલા સ્ટેડિયમમાં 34000 દર્શકોની ક્ષમતા
આગામી જૂનમાં યોજાનારા ટી20 વર્લ્ડકપ માટે દુનિયાભરના ક્રિકેટરસિયાઓમાં ઉતેજના પ્રવર્તી રહી જ છે અને તેમાં સૌથી વધુ ફોકસ ભારત-પાકિસ્તાન વચ્ચેના મહામુકાબલા પર છે. આ જંગ ન્યુયોર્કના નવનિર્મિત મેદાન પર રમાવાનો છે અને આ મેદાન મુંબઈના વાનખેડે જેવુ જ છે.
- Advertisement -
ટી20 વર્લ્ડ કપ અમેરિકા તથા વિન્ડીઝમાં રમાવાનો છે. અમેરિકામાં પ્રથમવાર યોજાતી આ ટુર્નામેન્ટમાં રિસ્પોન્સ કેવો મળે છે તેના પર નજર રાખવામાં આવી જ રહી છે જયારે 9 જૂને ન્યુયોર્કના નાસાઉ કાઉન્ટી સ્ટેડીયમમાં યોજાનારા મહામુકાબલા પર દુનિયાભરના ક્રિકેટ ફેન્સની નજર રહેવાનું સ્પષ્ટ છે. ભારત-પાકિસ્તાનનો મહામુકાબલો જયાં યોજાવાનો છે તે સ્ટેડીયમ મેનહટ્ટનથી 35 કિલોમીટર દુર છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ તથા યુનાઈટેડ સ્ટેટ ક્રિકેટે તે માત્ર 6 મહિનામાં તૈયાર કર્યુ છે તેમાં 34000 દશકોની ક્ષમતા છે. સ્ટેડીયમ બનાવવામાં કોઈ કસર રાખવામાં આવી નથી. આ મેદાન પર 8 મેચ રમાવાના છે તેમાં ભારતના ત્રણ મેચ હશે.
થોડા મહિનાઓ પુર્વે આ સ્થળે એક સામાન્ય પાર્ક હતો. પરંતુ આઈસીસીએ અથાગ મહેનત કરીને ટુંકાગાળામાં સ્ટેડીયમ તૈયાર કરી દીધુ છે. ચાર પીચ ઉપરાંત છ અભ્યાસ પીચ પણ છે. એડીલેડ અખિલના કયુરેટર ડેમિયન હોફના માર્ગદર્શનમાં પીચ બનાવવામાં આવી છે. પીચમાં ગતિ અને બાઉન્સ હશે. દડા સારી રીતે બેટ પર આવશે એટલે દર્શકોને બેટ-બોલની જોરદાર ટકકર જોવા મળશે. આ મેદાન- સ્ટેડીયમ આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ જ તૈયાર કરાયુ છે. મેદાનની બે સાઈડ 75 ગજ અને બે સાઈડ 67 ગજ લાંબી છે જે મુંબઈના વાનખેડે સ્ટેડીયમ જેવી થવા જાય છે.