253 રનનો પહાડ જેવો જુમલો ખડકયો છતાં ઈંગ્લેન્ડે લડાયક ટક્કર આપી, માત્ર 7 રને ભારત જીત્યું : બેથેલની સદી એળે ગઈ
અક્ષર, હાર્દિક તથા બુમરાહની કમાલ : એક જ વર્લ્ડ કપમાં બીજી વખત 250થી વધુનો સ્કોર કરનારી ભારત એકમાત્ર ટીમ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ મુંબઇ
સંજુ સેમસન સતત બીજી મેચમાં ટીમ ઈન્ડિયાના તારણહાર રહ્યા. તેમણે સતત બીજી તોફાની અડધી સદી ફટકારી. ગુરુવારે ટી20 વર્લ્ડ કપના નોકઆઉટ મેચમાં ભારતે 42 બોલમાં 89 રન ફટકાર્યા હતા.ત્યારબાદ ઇંગ્લેન્ડ સાત વિકેટે 246 રનમાં સિમિત થઈ ગયું. સાત રનના રોમાંચક વિજય સાથે, ભારત સતત બીજા વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચ્યું. ભારત હવે રવિવારે અમદાવાદમાં ન્યુઝીલેન્ડ સામે પોતાના ત્રીજા વર્લ્ડ કપ ટાઇટલ માટે ટકરાશે. આ પહેલા ભારતે 2007 અને 2024માં ટાઇટલ જીત્યું હતું.ભારતીય ટીમે પ્રથમ સાત વિકેટે 253 રન બનાવ્યા. જવાબમાં, બેથેલની કારકિર્દીની પ્રથમ સદી છતાં, ઇંગ્લેન્ડ લક્ષ્યથી સાત રન પાછળ રહી ગયું. બેથેલે 48 બોલમાં 105 રન બનાવ્યા.તે 20મી ઓવરના પહેલા જ બોલ પર રન આઉટ થયો. તેની સાથે, ઇંગ્લેન્ડ ઇતિહાસનો સૌથી મોટો લક્ષ્ય હાંસલ કરવા માટે તૈયાર દેખાતું હતું. તે વર્લ્ડ કપમાં સદી ફટકારનાર ઇંગ્લેન્ડનો ચોથો ખેલાડી છે. હાર્દિકે પોતાની પહેલી ઓવર અને બીજી ઓવરમાં સોલ્ટને આઉટ કરીને ઇંગ્લેન્ડને પહેલો ફટકો આપ્યો. બુમરાહે બ્રુકને આઉટ કર્યો, જ્યારે ચક્રવર્તીએ બટલરને તેના સ્પિનમાં ફસાવી દીધો. અક્ષરએ બેન્ટનને આઉટ કર્યો.આમ, ઇંગ્લેન્ડે 95 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી. ત્યારબાદ બેથેલે જેક્સ (35) સાથે પાંચમી વિકેટ માટે 77 અને સેમ (18) સાથે છઠ્ઠી વિકેટ માટે 50 રનની ભાગીદારી કરી.બટલરે 25 રન બનાવ્યા અને આર્ચરે ચાર બોલમાં અણનમ 19 રન બનાવ્યા. મેચમાં કુલ 34 છગ્ગા ફટકારવામાં આવ્યા, જે એક જ વર્લ્ડ કપ મેચનો રેકોર્ડ છે. સેમસનની ધમાકેદાર ઇનિંગ્સને કારણે ભારતે પાવરપ્લેમાં એક વિકેટે 67 રન બનાવીને સારી શરૂઆત કરી.સેમસન 15 રન પર તકનો લાભ ઉઠાવી અને ઇશાન (39) સાથે બીજી વિકેટ માટે 97 અને દુબે (43) સાથે અને ત્રીજી વિકેટ માટે 43 રન જોડ્યા. હાર્દિક (27) અને તિલક (21) એ આખરે સ્કોર 250 ને પાર પહોંચાડ્યો. જેક્સ અનેરશિદે બે-બે વિકેટ લીધી.
સંજુ સેમસનએ 16 છગ્ગા ફટકારીને રોહિત શર્માને પાછળ છોડી દીધો
સંજુ સેમસને ઝ20 વર્લ્ડ કપ 2026માં 16 છગ્ગા ફટકારીને એક એડિશનમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર ભારતીય બનવાનો રેકોર્ડ બનાવ્યો. તેણે રોહિત શર્માના 2024ના રેકોર્ડને પાછળ છોડ્યો. ત્યારે રોહિતે 15 છગ્ગા ફટકાર્યા હતા. 2026માં જ શિવમ દુબે પણ 15 સિક્સર ફટકારી ચૂક્યો છે. જ્યારે ઈશાન કિશન અને હાર્દિક પંડ્યાએ 14-14 છગ્ગા ફટકાર્યા છે. યુવરાજ સિંહે 2007 વર્લ્ડ કપમાં 12 સિક્સર ફટકારી હતી.
- Advertisement -
અક્ષર પટેલની અદભૂત ફિલ્ડિંગ : બાઉન્ડ્રી લાઈન પર શાનદાર કેચ પકડ્યો
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી સેમિ ફાઈનલમાં અક્ષર પટેલની દમદાર ફિલ્ડિંગ જોવા મળી છે. તેણે વિલ જેક્સને અશક્ય લાગતો કેચ કરાવીને સૌને આશ્ચર્યમાં મુકી દીધા છે. મેચની 13.6 ઓવર દરમિયાન જ્યારે ઈંગ્લેન્ડનો સ્કોર 172 રન હતો ત્યારે પાંચમી વિકેટના રૂપમાં વિલ જેક્સ આઉટ થયો હતો.
બુમરાહની 500 વિકેટ
બુમરાહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 500 વિકેટ પૂર્ણ કરી, આ સિદ્ધિ મેળવનાર આઠમો ભારતીય બન્યો. તેણે પોતાની 235મી મેચમાં આ સિદ્ધિ મેળવી. તે કુંબલે, અશ્વિન, હરભજન, કપિલ દેવ, જાડેજા, ઝહીર ખાન અને શ્રીનાથ જેવા ખેલાડીઓની યાદીમાં જોડાયો.



