કચ્છનો ભૂકંપ હોય કે કોવિડ પેન્ડેમિકનો કહેર, કોઈ યાદ કરવા માંગતું નથી, છતાં કોવિડ ચેપ્ટર એટલું તાજું છે કે લોકોના ઘરમાં હજુ વપરાયેલાં માસ્ક અને વણવપરાયેલાં સેનેટાઈઝર સચવાયેલા પડયા છે અને ત્યારે જ ઝીફાઈવ નામના ઓટીટી પ્લેટફોર્મ પર ઈન્ડિયા લોકડાઉન નામની ફિલ્મ સ્ટ્રીમ થઈ છે. ઓવર ધ ટોપ પ્લેટફોર્મ પર કોવિડ અને લોકડાઉનને ફોક્સ કરતી એકલદોકલ વેબસિરિઝ બેશક આવી ગઈ છે પરંતુ નેશનલ એવોર્ડ વિનર અને ખરેખર વેગળા વિષય પર વાસ્તવિક (ચાંદની ખાર, ફેશન, ટ્રાફિક સિગ્નલ જેવી નક્કર) ફિલ્મ બનાવનારા મધુર ભંડારકર આખા દેશ (અને દુનિયાને) થીજાવી દેનારાં લોકડાઉનની વાત કહેતી ફિલ્મ લાવ્યા છે. બેશક, આ રામપૂરી ચપ્પુની ધાર ધીમે ધીમે તેની તિક્ષ્ણતા ગૂમાવી રહી છે ,એ તેમની છેલ્લી કેટલીક ફિલ્મથી સાબિત થતું આવ્યું છે.
ઈન્ડિયા લોકડાઉન ફિલ્મ પણ આમ જૂઓ તો આપણી આસપાસ અથવા આપણી સાથે જ બની ગયેલાં કેટલાંક પ્રસંગોની વાત કરે છે. અલબત, મધુર ભંડારકરની ઈન્ડિયા લોકડાઉન નું સેન્ટર પોઈન્ટ મુંબઈ છે. મુંબઈમાં જ રહેતાં નાગેશ્વર રાવની હૈદરબાદ રહેતી પુત્રી દશ વરસે પ્રેગનન્ટ થઈ છે એટલે તેઓ દીકરી પાસે જવાની તૈયારી કરી રહ્યાં છે. ઉધાર લઈને પાણીપૂરીની લારી કરનારો માધવ વ્યાજખોરો હપ્તા ચૂક્વી શક્યો નથી તો જૂહુ ચોપાટી પર મળતાં પ્રેમી યુવક-યુવતી એવું પ્લાનિંગ કરી રહ્યા છે કે રિલેટિવ્ઝ બહારગામ જાય પછી ખાલી પડેલાં ફલેટમાં ભેગું થવું અને કૌમાર્યના તપને ભંગ કરવું.ચીરા બજારના ચકલામાં (વૈશ્યાલયમાં) પણ કોરોનાની ભિતીને કારણે ધંધો મંદ પડી ગયાની વાતો થઈ રહી છે અને…
- Advertisement -
અચાનક જ એક્વીસ દિવસના લોકડાઉનનું એલાન થઈ જાય છે અને બધાની જિંદગીમાં ઉથલપાથલ શરૂ થઈ જાય છે. પ્રિકોર્શનમાં એકદમ ચુસ્ત એવા નાગેશ્વર રાવની હૈદરાબાદની ફલાઈટ કેન્સલ થઈ જાય છે તો બચરવાળ માધવની લારી બંધ થઈ જાય છે. પ્રેમી યુવક કાકાના ખાલી ફલેટમાં પહોંચી ગયો છે પણ તેની પ્રેમિકા-યુવતી પોતાના જ ઘરમાં અટવાઈ જાય છે. દેહ વેચીને કમાણી કરતી સ્ત્રીની તો શું વાત જ કરવી ? જયાં સોશ્યલ ડિસ્ટનન્સ જ લાઈફલાઈન બની જાય ત્યાં સાથે સૂઈને શરીર સુખ બાંધવા કોણ આવે ?
લોકડાઉનની એ પણ હકીક્ત છે કે સુખી લોકો માત્ર પોતાના વ્યસન બાબતે દુ:ખી થયા હતા પરંતુ સાચા અર્થમાં દુ:ખના પહાડ તો રોજે રોજનું રળી ખાતાં નિમ્ન સ્તરના લોકો પર તૂટી પડયા હતા. તેમણે તો નાછૂટકે કર્મભૂમિમાંથી ઉચાળા ભરીને માતૃભૂમિ તરફ પગપાળા પ્રયાણ કરવું પડયું હતું. માધવ (પ્રતિક બબ્બર), પત્ની ફૂલમતિ (સાંઈ તામ્હણકર) અને બે બચ્ચાંઓ સાથે ગ્રૃપમાં મુંબઈથી બિહાર જવા પગપાળા નીકળી પડે છે અને ત્યારે બેકગ્રાઉન્ડમાં સુખવિન્દરે ગાયેલું (ગીતકાર : ઈમલી અદરકી, સંગીતકાર : રોહિત કુલકર્ણી) ગીત શરૂ થાય છે : કૈસી ઘોર ભસડ હૈ રે, બંધુ, પાપો કા અસર હૈ યા કર્મો કા અસર હૈ રે બંધુ.
વેદના જયા2ે સાર્વત્રિક હોય ત્યા2ે એકાદ કૃતિ કે ફિલ્મથી સંતોષ થવાની શક્યતા ઓછી છે, કોવિડ વખતના લોકડાઉન સમયની યંત્રણા, ભય, પીડા, અકળામણ, ગૂંગળામણ, ચિંતા એવા મલ્ટીકલ2 હતા કે ઈન્ડિયા લોકડાઉન ફિલ્મ આપણા એ અહેસાસ-અનુભૂતિ સામે મામુલી લાગે
- Advertisement -
આ ગીતના આ શબ્દો પણ ટાંક્વા છે : સમય કા પહિયા, ઐસા લુઢકા, જગત ગિરા હૈ સર કે બલ, આજ કે હો ગએ ટૂકડે ટૂકડે, ભય સે કાંપ રહા હૈ કલ…. ધીરજ કા ભી ધીરજ તૂટા, ખાઈ હૈ યે ઠોકર બંધુ, કૈસી ઘોર ભસડ હૈ રે બંધુ
વેદના જયારે સાર્વત્રિક હોય ત્યારે એકાદ કૃતિ કે ફિલ્મથી સંતોષ થવાની શક્યતા ઓછી છે. કોવિડ વખતના લોકડાઉન સમયની યંત્રણા, ભય, પીડા, અકળામણ, ગૂંગળામણ, ચિંતા એવા મલ્ટીકલર હતા કે ઈન્ડિયા લોકડાઉન ફિલ્મ આપણા એ અહેસાસ-અનુભૂતિ સામે મામુલી લાગે. આમપણ અમિત જોષી અને આરાધન ા શાહ લિખિત ઈન્ડિયા લોકડાઉનમાં લોકોની બારિક મનોસ્થિતિ કરતાં સ્થૂળ લાગણીઓ વધુ ઝિલવામાં આવી છે. ફિલ્મમાં લોકડાઉન દરમિયાન સેક્સવર્કર પર વધુ ફોક્સ થયું હોય તેમ લાગે છે. ફોનસેક્સ કે દેહ વ્યાપાર માટે એમ્બ્યુલન્સના ઉપયોગની વાતો કદાચ નવી લાગે પણ…
એ સિવાય ઈન્ડિયા લોકડાઉન બહુ સ્પશર્તી નથી. છતાં અહીં આ ફિલ્મ વિષે લખવામાં આવ્યું છે કારણકે, જેને ભૂલી જવા માંગીએ છીએ (પણ ખરેખર તો જેને યાદ રાખવું જોઈએ) એવા લોકડાઉનના એ દિવસોની યાદ ઈનિડયા લોકડાઉન કરાવી દે છે. એ સર્ટીફીકેટ ધરાવતી આ ફિલ્મ એ ભેંકાર અને ભયાવહ દિવસોની નબળી યાદગિરી જરૂર છે.
મોનસ્ટ2: ઈન્ટ2વલ પછી શું ?
કેબ ડ્રાઈવર તરીકે ભામિની આજે કંપનીના બોસને ફાયનાન્સ કરતાં લકી સિંહને લેવા એરપોર્ટ પહોંચી છે પણ દિવસ સવારથી જ ખરાબ ઉગ્યો છે. સમયસર પહોંચવાની લ્હાયમાં તે પોલીસની ચુંગાલમાં ઓવર સ્પીડ ના મુે ધ્યાન ચડી ગઈ છે અને માંડ માંડ તેને એરપોર્ટ પર લકી સિંહ (મોહનલાલ) મળે છે. ભામિની માટે બીજું ધર્મસંકટ એ છે કે મેરેજ એનિવર્સરી હોવાથી બપોરે તેને ઘરે જવું હોય છે પણ લક્કી સિંહ તેને છુટૃી આપવાની બદલે તેના ઘરે સાથે આવે છે કારણકે, ભામિનીની સોસાયટીના જ એક એપાર્ટમેન્ટમાં લકી સિંહનો ફલેટ પણ છે. એ ફલેટ વેચવાનું ફૂલ એન્ડ ફાઈનલ પેમેન્ટ આજ મળવાનું છે. એ પેમેન્ટ લઈને લકી સિંહ સાંજની ફલાઈટ પકડવાનો છે. અસ્સલ પંજાબી, ખુશમિજાજ લકી સિંહ સાંજે ભામિનીને પોતાના એક કામ સબબ બહાર મોકલે છે અને પાછળથી તેના બીજવર પતિની હત્યા લકી સિંહ કરી નાખે છે… ભામિની લકી સિંહને એરપોર્ટ છોડવા માટે ફરી પોતાની સોસાયટીમાં આવે છે ત્યારે લકી સિંહ ચાલાકીથી તેના પતિનો મૃતદેહ ભામિનીની કેબ (ટેક્સી)માં મૂકી દઈને એરપોર્ટ પર ઉતરી જાય છે, ફરી વિમાનમાં ઉડી જવા માટે.
મોનસ્ટરની ઈન્ટરવલ સુધીની કથાના મુખ્ય મુા તમને અમે કહી દીધા છે. હવે આગળની વાત તમે વિચારો પણ ખાત્રી રાખજો કે તમારા અનુમાન-ધારણાં તમને ખોટાં જ પાડશે કારણકે ઉદયક્રિષ્નને લખેલી વ્યાસએ ડિરેકટર કરેલી મોહનલાલ અને હની રોઝ (ભામિની) અભિનીત મોનસ્ટર જાણે દર્શકને ભોંઠા પાડવા માટે જ બનાવવામાં આવી હોય તેવી મજેદાર ફિલ્મ છે. આમપણ મલયાલમ ફિલ્મ અને મોહનલાલ (શ્યમ-એક અને બે, ટવેલ્થ મેન) આ લખનારનું ફેવરિટ કોમ્બિનેશન છે. ભલે, કોચિન એરપોર્ટ પર ઉતરેલો લક્કી સિંહ બોરિવલીની સબ રજિસ્ટ્રાર ઓફિસ જવા માટે કેબ ડ્રાયવર ભામિનીની કહે (આ મિસ્ટેક ડબીંગની છે) અને એવું જ થાય પણ મોનસ્ટરમાં ઈન્ટરવલ પછી જે પણ બને છે, એ આપણી કલ્પનાશક્તિ બહારની વાત છે. ખાત્રી કરી જ લેજો, મોનસ્ટર ફિલ્મને ડિઝની-હોટસ્ટાર પર હિન્દીમાં જોઈને.