-યુક્રેન યુદ્ધની અસરમાંથી બહાર આવી રહેલા ભારતને ખાડીનો માર્ગ બંધ થાય તો ચિંતા વધશે
એક તરફ યુક્રેન-રશિયા યુદ્ધના કારણે ભારતને ક્રુડતેલ સહિતની આયાતોમાં વધેલી કિંમત ચુકવવાની ફરજ પડી હતી અને પ્રારંભીક આયાત-નિકાસ શીપીંગ ખર્ચ પણ વધી ગયો હતો તે વચ્ચે ચીન સાથેના વ્યાપારમાં પણ ભારતે આકરા નિયંત્રણો લાદીને ભારતીય બજારોમાં ચીનનું પ્રભુત્વ ઘટાડવાનો પ્રયાસ કર્યો છે.
- Advertisement -
ભારતને આ ઉપરાંત યુરોપ-અમેરિકા જેવા દેશોની મંદીનો પણ સામનો કરવો પડી રહ્યો છે અને નિકાસ ઘટી છે તેમાં ઈઝરાયેલ-હમાસની લડાઈથી દુનિયાભરમાં અસર હતી અને ભારતનો ઈઝરાયેલ સાથેનો 12 બીલીયન ડોલરનો વ્યાપાર અસર થશે.
ભારત અને ઈઝરાયેલ વચ્ચે સંરક્ષણ સહિતના કરાર છે. ઈઝરાયેલની સિકયોરીટી સીસ્ટમ ભારતીય સેનાને ઉપયોગી સાબીત થઈ રહી છે. કૃષી સહિતના ક્ષેત્રોમાં પણ ભારત-અમેરિકાને વ્યવસાય છે તે વચ્ચે યુદ્ધ વિસ્તરે તો તેનો પ્રભાવ ખાડીમાં પડશે. જેના કારણે ભારતની આયાત-નિકાસના માર્ગને અસર થશે તેવું માનવામાં આવે છે અને જો આ સંપર્ક લાંબો ચાલ્યો તો દુનિયામાં મંદીની અસર દેખાશે તે નિશ્ચિત છે.
જો આ યુદ્ધ લાંબુ ચાલે તો ક્રુડતેલના ભાવ પર પણ અસર થશે. ખાસ કરીને આરબ રાષ્ટ્રો જે ક્રુડતેલ ઉત્પાદક છે તેઓ તેનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરી શકે છે. આમ દુનિયામાં સંકટના વાદળ વિખેરાતા હતા તે ફરી એક વખત ઘેરાવા લાગ્યા છે.
- Advertisement -