શ્રીલંકામાં જીવનું જોખમ હોવાથી શરણ માગનારની અરજી સુપ્રીમે ફગાવી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.20
- Advertisement -
સુપ્રીમ કોર્ટે સોમવારે શરણાર્થીઓના એક કેસમાં કહ્યું હતું કે ભારત કોઈ ધર્મશાળા નથી. આપણે દુનિયાભરના શરણાર્થીઓને ભારતમાં શા માટે આશ્રય આપવો જોઈએ? અમે 140 કરોડ લોકો સાથે સંઘર્ષ કરી રહ્યા છીએ. અમે દરેક જગ્યાએથી આવતા શરણાર્થીઓને આશ્રય આપી શકતા નથી. શ્રીલંકાના નાગરિકની અરજી ફગાવી દેતી વખતે સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી હતી. મદ્રાસ હાઈકોર્ટે શ્રીલંકાના નાગરિકને ઞઅઙઅ કેસમાં 7 વર્ષની સજા પૂર્ણ કર્યા પછી તરત જ ભારત છોડવાનો આદેશ આપ્યો હતો. આની સામે તેણે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી અને હસ્તક્ષેપની માગ કરી. અરજદારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તે વિઝા પર ભારત આવ્યો છે. શ્રીલંકામાં તેનો જીવ જોખમમાં છે. તેમની પત્ની અને બાળકો ભારતમાં સ્થાયી થયાં છે અને તે ત્રણ વર્ષથી અટકાયતમાં છે, પરંતુ દેશનિકાલ પ્રક્રિયા શરૂૂ થઈ નથી. અરજદારે રજૂઆત કરી હતી કે તેમણે 2009માં શ્રીલંકાના યુદ્ધમાં કઝઝઊના સભ્ય તરીકે લડ્યો હતો અને તેથી શ્રીલંકામાં તેને ’બ્લેક-ગેઝેટેડ’ જાહેર કરવામાં આવ્યો હતો.
જો તેને પાછો મોકલવામાં આવે તો તેને ધરપકડ અને ત્રાસનો સામનો કરવો પડી શકે છે. તેણે એમ પણ કહ્યું કે તેની પત્ની અનેક બીમારીઓથી પીડાઈ રહી છે અને તેનો પુત્ર જન્મજાત હૃદયરોગથી પીડાઈ રહ્યો છે. આ કેસ શ્રીલંકાના એક તમિળ નાગરિકનો છે, જેની 2015માં લિબરેશન ટાઈગર્સ ઓફ તમિળ ઈલમ (કઝઝઊ) સાથે જોડાયેલા હોવાની શંકાના આધારે ધરપકડ કરવામાં આવી હતી. કઝઝઊ એક આતંકવાદી સંગઠન હતું, જે અગાઉ શ્રીલંકામાં સક્રિય હતું. 2018માં નીચલી કોર્ટે તેને ગેરકાયદે પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ હેઠળ 10 વર્ષની જેલની સજા ફટકારી હતી. 2022માં મદ્રાસ હાઈકોર્ટે સજા વધારીને સાત વર્ષ કરી અને કહ્યું હતું કે સજા પૂરી થયા પછી તેણે દેશનિકાલ પહેલાં દેશ છોડીને શરણાર્થી શિબિરમાં રહેવું પડશે.