ચીને હિન્દ મહાસાગરમાં ચોથું જાસૂસી જહાજ મોકલ્યું: ભારતના દરેક પગલાં પર ચીનની વૉચ
ખાસ-ખબર ન્યૂઝ નવીદિલ્હી, તા.11
- Advertisement -
આવતા મહિનાના પહેલા સપ્તાહમાં ભારત કંઈક મોટું કરવા જઈ રહ્યું છે, આ ડરના કારણે ચીન જાસૂસી માટે દરેક પેંતરાબાજી રમી રહ્યું છે અને હિન્દ મહાસાગર ક્ષેત્ર (આઈઓઆર)માં પોતાના જાસૂસી જહાજોની સંખ્યા વધારી દીધી છે, તેનું તાજેતરનું ઉદાહરણ જાસૂસી વિમાન યુઆન વાંગ-03 છે. આ જહાજનું કનેકશન ચીની સરકાર સાથે છે. આ સેટેલાઈટ અને મિસાઈલ ટ્રેડીંગ જહાજે ઈન્ડોનેશિયામાં સુંડા જલડમરુમધ્યના માધ્યમથી મહાસાગરમાં પ્રવેશ કર્યો છે. આ ચીની જહાજે હિન્દ મહાસાગર ક્ષેત્રમાં એવા સમયે પ્રવેશ કર્યો છે જયારે ભારત 3 કે 4 એપ્રિલ કંઈક મોટું કરનાર છે એવુ અનુમાન છે કે ભારત આ દિવસે વધુ એક બેલેસ્ટીક મિસાઈલનું પરીક્ષણ કરવાની યોજના બનાવી રહ્યું છે.
ભારતે એરમેન (એનઓટીએએમ)ને એક નોટીસ ઈસ્યુ કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે તેને ઓડિસાના તટ પર એપીજે અબ્દુલ કલામ દ્વીપથી શરૂ થઈને બંગાળની ખાડી પર દક્ષિણી દીશામાં 1600 કિલોમીટર સુધી હવાઈ આવશ્યકતા પડશે. ચીનનું ચોથુ જાસૂસી જહાજ: યુઆન વાંગ-03 હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ચીનનું ચોથુ જાસૂસી જહાજ છે. આ પહેલા ચીને આ ક્ષેત્રમાં જિયાંગ યાંગ હોંગ 01 અને જિયાંગ યાંગ હોંગ 03 ને ઉતાર્યુ હતું. આ બન્ને સર્વે અને રિસર્ચ જહાજ છે. આ સિવાય દા યાંગ હો નામનું એક રિસોર્સ સર્વે જહાજ પણ આ ક્ષેત્રમાં તૈનાત છે. આ ચીની જહાજને સમુદ્રના તળિયાને ઓળખવા અને સંસાધનો અને સમુદ્રમાં થતી ગતિવિધિઓ પર નજર રાખવામાં સક્ષમ બતાવવામાં આવ્યા છે. યુઆન વાંગ 03 એક અલગ શ્રેણીનું જહાજ છે. તે મિસાઈલોને ટ્રેક કરી શકે છે. આ પહેલા 11 માર્ચે ભારતે પોતાની પરમાણુયુક્ત અગ્નિથી મિસાઈલના એક નવા વર્ઝનનો સફળ ટેસ્ટ કર્યો હતો. આ મિસાઈલ 5000 કિલોમીટરથી વધુ અંતર પર અનેક લક્ષ્યો પર હથિયાર ફાયર કરવામાં સક્ષમ છે.
ભારતે આ દરમિયાન સબમરીનથી છોડવામાં આવતી બેલેસ્ટીક મિસાઈલ કે-4નું પરિક્ષણ રોકી દીધું હતું, તેનું કારણ ચીની જહાજ બતાવવામાં આવી રહ્યું છે. જે આંતરરાષ્ટ્રીય જલ ક્ષેત્રમાં ફરી રહ્યું છે. બીજી બાજુ ભારત એક પછી એક અનેક મોટા મિસાઈલ ટેસ્ટને અંજામ આપી રહ્યું છે એનાથી ચીન ગભરાયું છે. આ કારણે ચીન ભારતના દરેક પગલાં પર વોચ રાખી રહ્યું છે. ભારતે પોતાના મિશન દિવ્યાસ્ત્ર અંતર્ગત મલ્ટીપલ ઈન્ડીપેન્ડન્ટ ટારગેટેબલ- રી-એન્ટ્રી વ્હીકલ ટેકનોલોજીની સાથે સ્વદેશ વિકસીત અગ્નિ-5 મિસાઈલનો પહેલો સફળ ટેસ્ટ કર્યો હતો.