ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની મહિનાની અધ્યક્ષતા મેળવી છે. જેમાં તેમની સૌથી પહેલી પ્રાથમિકતા આતંકવાદની સામે લડવા અને બહુપક્ષવાદને મહત્વ આપવાનો છે. ઉલ્લેખનીય છે કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિસદમાં 15 સભ્ય દેશો છે. ભારત સંયુક્ત રાષ્ટ્ર પરિષદનું સ્થાયી સદસ્ય નથી. જ્યારે, ભારત આ ડિસેમ્બર મહીના માટે અધ્યક્ષ બન્યું છે. ડિસેમ્બર મહીનામાં રૂચિરા કંબોજની UNSCના અધ્યક્ષતાવાળી જવાબદારી સંભાળશે.
આ અવસર પર ભારતના સ્થાયી એમ્બેસેડર રૂચિરા કંબોજએ જણાવ્યું કે, ભારત ક્યા મુદાને વધારે મહત્વ આપે છે. તેની સાથે જ તેમણે સંયુક્ત રાષ્ટ્રના હેડક્વાર્ટરમાં પત્રકારો દ્વારા ફ્રિડમ ઓફ પ્રેસ અને ડેમોક્રેસીના જોડાયેલા પ્રશ્નોના જવાબ આપતા કહ્યું કે, ભારતને આ દેખાડવાની જરૂર નથી કે લોકતંત્ર પર શું કરવું જોઇએ અને કેવી રીતે.
- Advertisement -
તેમણે વધુમાં જણાવ્યું કે. ભારત દુનિયાની સૌથી પ્રાચીન સભ્યતા છે, ભારતમાં લોકતંત્ર સાથે જોડાયેલ 2500 વર્ષ પહેલા પણ હતી. અમે હંમેશાથી લોકતંત્ર હતા. ભારત દુનિયાનો સૌથી મોટો લોકતાંત્રિક દેશ છે. અમારી પાસે લોકતંત્રના બધા સ્તંભ(વિધાયિકા, કાર્યપાલિકા, ન્યાયપાલિકા અને ચોથો સ્તંત્ર પત્રકારત્વ) હાજર છે.
United States | In last 2years when world was going through crisis, India has always been there as solution provider. Like during COVID all of this & more points that India is already ready to take its place at the global top table: Amb R Kamboj speaks at UN press briefing pic.twitter.com/3hT1dZMTLY
— ANI (@ANI) December 2, 2022
- Advertisement -
દરેક વ્યક્તિ પોતાની વાત કરવા માટે સ્વતંત્ર છે
રૂચિરા કંબોજએ આઘળ જણાવ્યું કે, દરેક પાંચ વર્ષમાં અમે દુનિયાની સૌથી મોટી લોકતાંત્રિક પરેડ કરીએ છીએ. દર પાંચ વર્ષમાં ભારતમાં ચુંટણી થાય છે. જ્યાં દરેક વ્યક્તિ પોતાની મરજીથી પોતાની વાત કરવા માટે સ્વતંત્ર છે. આવી જ રીતે અમારો દેશ ચાલે છે. ભારતમાં ઝડપથી પરિવર્તન આવી રહ્યું છે. ભારત સતત દુનિયાની મદદ કરવા માટે તૈયાર રહે છે. છેલ્લા 2 વર્ષમાં જયારે દુનિયા કોરોનાની મહામારી સામે લડી રહી હતી, ત્યારે ભારત હંમેશા મદદ માટે આગળ હતું. કોરોનામાં ભારતે જ આગળ વધીને મદદ કરી હતી.