ચંદ્રયાન, આદિત્ય L1 સહિતની અનેક મહત્વપૂર્ણ સિદ્ધિઓ ઈસરોએ હાંસલ કરી
આવક વધી, સરકારે બજેટ 5 હજાર કરોડથી વધારીને 13 હજાર કરોડ કર્યું
સૌજન્ય ઑપ ઈન્ડિયા-ગુજરાતી
- Advertisement -
એક વર્ષ પહેલાં 23મી ઑગસ્ટે ભારતીય સ્પેસ ક્ષેત્રનો આજ સુધીનો સૌથી મોટો અને મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ચંદ્રયાન-3 સફળ થયો અને ચંદ્રયાનના સફળ ઉતરાણ સાથે ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર પહોંચનારો ભારત પહેલો દેશ બન્યો. ઈસરોની (ISRO) આ સફળતાને બિરદાવવા માટે સરકારે પછીથી 23મી ઑગસ્ટને રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો હતો.
ચંદ્રયાનના લેન્ડિંગ સાથે ભારતે અંતરિક્ષ ક્ષેત્રમાં એક નવો ઇતિહાસ રચ્યો. સાથોસાથ એ સંદેશ પણ આપી દેવાયો કે આ તો હજુ માત્ર એક શરૂઆત છે અને આવનારાં વર્ષોમાં ISRO અનેક એવી ઉપલબ્ધિઓ મેળવશે, જે ન માત્ર ભારતને પરંતુ સમગ્ર વિશ્ર્વને અવકાશ સંશોધનમાં મદદરૂપ થશે. અંતરિક્ષ ક્ષેત્રે ભારતની સફર કેવી રહી, કેવી ઉપલબ્ધિઓ મેળવી.
એક જાણકારી અનુસાર, છેલ્લા એક દાયકામાં ભારતે 396 સેટેલાઇટ મોકલ્યા છે. 2014 પહેલાં કુલ 35 સેટેલાઇટ મોકલવામાં આવ્યા હતા. 2024 આવતાં સુધીમાં આ સંખ્યા પહોંચી ગઈ 431 પર. જેમાંથી 101 સેટેલાઇટ અન્ય દેશોના હતા, જે ઈંજછઘએ લોન્ચ કરી આપ્યા. બહુ ઓછા સમયગાળામાં આ બહુ મોટો કૂદકો કહેવાય.
આ સાથે ISROના લોન્ચ રેટમાં પણ અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે. 2014 પહેલાં વર્ષમાં સરેરાશ 1.2 મિશન લોન્ચ થતાં હતાં. પણ 2014થી દર વર્ષે 5.5 લોન્ચ મિશનનો દર ઇસરોએ જાળવી રાખ્યો છે.
બીજું, અંતરિક્ષ ક્ષેત્રે કરવામાં આવતાં સાહસથી દેશને સારી એવી આવક પણ થાય છે. સ્પેસ સેક્ટર જેમ આગળ વધી રહ્યું છે તેમ ભારતીય અર્થવ્યવસ્થાને આગળ ધપાવવામાં આ ક્ષેત્રનું યોગદાન પણ નોંધપાત્ર રીતે વધી રહ્યું છે. નાણાકીય વર્ષ 2019-20થી નાણાકીય વર્ષ 2022-23 સુધીની વાત કરીએ તો ISROએ આ સ્પેસ વેન્ચર્સમાંથી હજારો કરોડનો ચોખ્ખો નફો મેળવ્યો છે. જેમાં વર્ષ પ્રમાણે જોઈએ તો 2019-20માં ₹314.86 કરોડ, 2020-21માં ₹525.71 કરોડ, 202122માં ₹1731.84 કરોડ અને વર્ષ 2022-23માં સૌથી વધુ ₹2940.42 કરોડનો નફો મેળવ્યો હતો.
આ દર્શાવે છે કે સરકાર સ્પેસ ક્ષેત્રમાં જેટલા રૂપિયા નાખે છે, તેટલી સામે આવક પણ થઈ રહી છે. નોંધવું જોઈએ કે ભારતના ચંદ્રયાન મિશન પાછળ જેટલો ખર્ચ થયો હતો તેના કરતાં વધુ ખર્ચ અંતરિક્ષ ક્ષેત્ર પર બનાવવામાં આવેલી અમુક વિદેશી ફિલ્મો પાછળ કરવામાં આવ્યો હતો. અન્ય અનેક દેશો આના કરતાં અનેકગણો વધુ ખર્ચ કરીને પણ મિશન પાર પાડી શક્યા ન હતા, જ્યારે ભારતે અત્યંત ઓછા ખર્ચમાં ચંદ્રયાન-3 મિશનને સફળતા સુધી પહોંચાડ્યું હતું.
બીજી તરફ, સરકાર સ્પેસ સેક્ટરના બજેટમાં પણ સતત વધારો કરતી રહી છે. નોંધવું જોઈએ કે ISRO ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઑફ સ્પેસ હેઠળ આવે છે અને આ વિભાગ વડાપ્રધાન હેઠળ છે, એટલે કે આ સેક્ટર પર પીએમ મોદીની સીધી નજર રહે છે. 2013-14માં સ્પેસ સેક્ટરનું બજેટ માત્ર ₹5,615 કરોડ રૂપિયા હતું. 2024 આવતાં સુધીમાં આ રકમ ₹13 હજાર કરોડ સુધી પહોંચી ગઈ છે.
- Advertisement -
ભવિષ્યમાં આવશે ગગનયાન, સ્પેસ સ્ટેશન અને અન્ય ઘણું: ચંદ્ર પર પગ મૂકશે ભારતીય
ભવિષ્યમાં આનાથી વધુ મોટાં મિશનો ISRO પાર પાડવા જઈ રહ્યું છે. જેમાં ગગનયાનનો પણ સમાવેશ થાય છે. જે સ્પેસમાં ભારતનું પહેલું માનવ મિશન હશે. 3 મેમ્બર ક્રૂ 3 દિવસ માટે પૃથ્વીની 400 મીટર કક્ષામાં જશે અને અભ્યાસ કરશે. આ મિશન પર હાલ ઝડપથી કામ ચાલી રહ્યું છે. એટલું જ નહીં, 2047 સુધીમાં ચંદ્ર પર માનવ મોકલવાની પણ ઈંજછઘની ગણતરી છે. જ્યારે 2035 સુધીમાં ભારત સ્પેસ સ્ટેશન મોકલવાની પણ તૈયારી કરી રહ્યું છે. આવનારા અમુક દાયકાઓમાં ભારત અંતરિક્ષ ક્ષેત્રે હરણફાળ ભરશે તેમાં કોઇ શંકા નથી. બહુ ટૂંકા સમયગાળામાં ઈંજછઘએ અસાધારણ ઉપલબ્ધિઓ હાંસલ કરી છે અને જે ઝડપથી આગળ વધી રહ્યું છે, બહુ જલ્દી ગ્લોબલ સ્પેસ લીડર તરીકે નામ અંકિત કરશે. અંતરિક્ષ યાત્રાની હજુ આ શરૂઆત છે અને અંતરિક્ષમાં ક્યાંય અંત આવતો નથી!