– મોંઘવારી, ઉંચા વ્યાજદર જેવા કારણો સામે હજુ ઝઝુમવુ પડશે: 2014ના વિકાસ અંદાજમાં પણ કાપ
વિશ્વ બેંકે ચાલુ વર્ષનો વિકાસ અંદાજમાં અર્ધોઅર્ધ ઘટાડો કર્યો છે અને વૈશ્વીક અર્થતંત્રની મંદીની ચેતવણી ઉચ્ચારી છે. ભારતનો વિકાસદર 6.6 ટકા રહેવાનુ અનુમાન દર્શાવ્યુ છે. વિશ્વ બેંકે જુનમાં દર્શાવેલા અંદાજ કરતા અર્ધી ગતિએ જીડીપી વિકાસદર 1.7 ટકા જ રહેવાનુ નવા રીપોર્ટમાં જણાવ્યું છે અને છેલ્લા ત્રણ દાયકામાં 2009-2020 પછી સૌથી ખરાબ વર્ષ રહેવાની લાલબતી ધરી છે.
- Advertisement -
2024ના વિકાસદરના અંદાજમાં પણ કાપ મુકતા વિશ્વબેંકે રીપોર્ટમાં એમ દર્શાવ્યું છે કે ઉંચા ફુગાવા તથા ઉંચા વ્યાજદરને કારણે આ હાલત સર્જાશે. રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધ તથા રોકાણમાં ઘટાડો પણ અસરકર્તા બનશે. વર્લ્ડબેંકના વડા ડેવિડ મલ્પાસ્સે અર્ધવાર્ષિક રિપોર્ટમાં જણાવ્યું હતું કે વિકાસ આડેના અવરોધ-કટોકટી વધુ ગંભીર બની રહ્યા છે અને વૈશ્વીક સમૃદ્ધિમાં ફટકો પડવાનો દોર જારી રહી શકે છે. અમેરિકા, ચીન તથા યુરોપીયન યુનિયનની નબળાઈથી ગરીબ દેશોની હાલત વધુ ખરાબ થઈ શકે છે. ફુગાવો યથાવત છે અને આવનારા મહિનાઓમાં દબાણ વધી શકે છે. કેન્દ્રીય બેંકો અપેક્ષા કરતા વધુ ઝડપે વ્યાજદરમાં વધારો કરી રહી છે.
World Bank says fragile economic conditions might usher in recession
Read @ANI Story | https://t.co/tkOCHjsDLU#WorldBank #recession #GDP #Economy pic.twitter.com/DJ6sjC7CHn
- Advertisement -
— ANI Digital (@ani_digital) January 11, 2023
ધીમા વિકાસ, ટાઈટ આર્થિક હાલત તથા જંગી દેવાબોજને કારણે રોકાણ વધુ ઘટી શકે છે અને કોર્પોરેટ ડીફોલ્ટનું જોખમ સર્જાઈ શકે છે. વૈશ્વીક મંદી ટાળવા વૈશ્વીક કદમ આવશ્યક છે. વિકાસશીલ રાષ્ટ્રોમાં મોટા પ્રમાણમાં રોકાણ પર ફોકસ કરવાની સલાહ આપી હતી. બીજી તરફ ભારત માટે પણ વિશ્વબેંકે લાલબતી ધરતો રીપોર્ટ જારી કર્યો છે અને વૈશ્વીક ધીમા વિકાસદર તથા વધતી અનિશ્ચીતતાને કારણે ભારતને પણ રોકાણ અને નિકાસ મોરચે ફટકો પડી શકે છે. ભારતનો વિકાસદર 2022-23ના 6.9 ટકાના અંદાજ સામે 2023-24માં 6.6 ટકા રહેવાનુ અનુમાન દર્શાવવામાં આવ્યું છે.