-વિદેશમંત્રીના જવાબથી ઈયુના ફોરેન મીનીસ્ટરે ફેરવી તોળવું પડયું: કોઈ સમસ્યા નથી
રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદીને તેને પેટ્રોલ-ડીઝલમાં કન્વર્ટ કરીને યુરોપમાં વેચવા મુદ્દે યુરોપે ભારત પર કાર્યવાહીની કરી માંગ, જયશંકરે કહ્યું પહેલા તમારા નિયમો જોવો.
- Advertisement -
યુક્રેન કટોકટીના પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડતેલના ભાવ વધતા ભારતે રશિયા પાસેથી સસ્તા ભાવે ક્રુડતેલ ખરીદીને પશ્ચિમી દેશોના રશિયા પરના પ્રતિબંધને બાયબાય કર્યા છે અને હવે રશિયા પાસેથી જ ખરીદેલુ ક્રુડતેલ રીફાઈન્ડ કરી પેટ્રોલ-ડિઝલ સહિતના પ્રોડકટસના સ્વરૂપમાં યુરોપીયન દેશોને વેચી રહ્યા છે તે મુદે ભારત અને યુરોપીયન સંઘ વચ્ચે જબરી તડાફડી સર્જાઈ છે.
યુરોપીયન સંઘની વિદેશ નીતિના પ્રમુખ જોસેફ બોરલે ભારતના રીફાઈન્ડ પ્રોડકટસ એસો. પેટ્રોલ-ડિઝલની યુરોપને વેચે છે તેને ગેરકાનુની ગણાવી ભારત સામે પગલાની માંગ કરતા જ વિદેશ મંત્રી શ્રી એસ.જયશંકરે વળતા જવાબમાં કહ્યું કે યુરોપીયન સંઘે પહેલા તેના જ નિયમો જોવા જોઈશે. રશિયન ક્રુડતેલને ત્રીજા વિશ્વના દેશોએ ખૂબ જ બદલી નાંખ્યું છે અને હવે રશિયન ગણાતું નથી.
રશિયાના એનર્જી ક્ષેત્ર પર દબાણ લાવવાની અમેરિકા-પશ્ચીમી દેશોની વ્યુહરચના ભારત-ચીન સહિતના દેશોની ખરીદીથી ઉંધી વળી ગઈ છે. હાલ ભારત આવેલા યુરોપીયન સંઘના વિદેશમંત્રીને કહ્યું કે ભારત તેના હિતોને પ્રથમ જુએ છે અને યુરોપીયન સંઘને પણ હાલની કટોકટીમાં પેટ્રોલીયમ પેદાશો પુરા પાડે છે તે જોવું જોઈએ.
- Advertisement -
#WATCH | My understanding of council regulations is that Russian crude is substantially transformed in a third country & not treated as Russian anymore. I would urge you to look at Council's Regulation 833/2014: EAM Dr Jaishankar when asked about EU Foreign Policy chief Josep… pic.twitter.com/5Dh5PH9yfX
— ANI (@ANI) May 17, 2023
વિદેશમંત્રી એસ.જયશંકરે શું કહ્યું ?
જોસેફ બોરેલના નિવેદન બાદ વિદેશમંત્રી એસ.જયશંકરે તેને સલાહ આપી. જયશંકરે કહ્યું કે, બોરેલે EU નિયમોને જોવું જોઈએ. તેમણે કહ્યું કે, જો આપણે યુરોપિયન યુનિયનના નિયમો પર નજર કરીએ તો રશિયન ક્રૂડ ઓઇલ મોટાભાગે ત્રીજા દેશો તરફ વાળવામાં આવે છે અને પછી તે રશિયાનું માનવામાં આવતું નથી. જયશંકરે કહ્યું કે, બોરેલે 2014માં યુરોપિયન યુનિયનના નિયમ 833 પર ધ્યાન આપવું જોઈએ. આ પહેલા પણ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાના મામલે યુરોપના કેટલાક દેશો દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલ પર જયશંકર અને પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ ઘણી વખત વળતો જવાબ આપ્યો છે.
નોંધનીય છે કે, ગયા વર્ષે 24 ફેબ્રુઆરીએ રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો હતો. યુરોપના દેશો રશિયા સામે અને યુક્રેનની સાથે ઉભા છે. અમેરિકા બાદ યુરોપિયન યુનિયનના દેશોએ પણ રશિયા પર વિવિધ પ્રતિબંધો લગાવ્યા છે. ભારતે રશિયા પાસેથી સસ્તા ભાવે ક્રૂડ ઓઈલ ખરીદવાનું ચાલુ રાખ્યું. યુરોપિયન દેશો આના પર ખૂબ ગુસ્સે થયા. હવે યુરોપિયન યુનિયનના વિદેશ નીતિના વડાએ ભારત પર કાર્યવાહીની માંગ કરી છે, તેથી તેમને પણ વિદેશમંત્રી જયશંકરના આકરા જવાબનો સામનો કરવો પડ્યો છે.