– અક્ષર અને કુલદીપે ઝડપી 3-3 વિકેટ
રવિવારે ફ્લોરિડામાં રમાયેલી પાંચ T20 મેચોની સીરીઝના અંતિમ મુકાબલામાં ભારતે વેસ્ટ ઇન્ડિઝને 88 રને હરાવ્યું છે.
- Advertisement -
ભારતે પાંચમી ટી-20માં વેસ્ટ ઇન્ડિઝને 88 રનથી હરાવી દીધું છે. ભારતની જીત સાથે જ આ સીરીઝ પણ 4-1ના અંતરથી જીતી લીધી. પહેલા બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 188 રન બનાવ્યા. શ્રેયસે 64 રનની ઇનિંગ રમી. જેના જવાબમાં વેસ્ટઇન્ડિઝની ટીમ 100 રન બનાવીને ઑલઆઉટ થઇ ગઇ.
વેસ્ટ ઇન્ડિઝ માટે સૌથી વધુ રન શિમરોન હેટમાયરે બનાવ્યા. તેમણે 35 બોલમાં 56 રનની ઇનિંગ રમી. ભારત તરફથી અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ અને કુલદીપ યાદવે ઘાતક બોલિંગ કરી. બિશ્નોઈએ ચાર વિકેટ ઝડપી. ત્યારે, અક્ષર અને કુલદીપે 3-3 વિકેટ લીધી.
#INDvsWI | India beat West Indies by 88 runs in the fifth T20I, clinch five-match series 4-1
- Advertisement -
(Pic: ICC) pic.twitter.com/sA1kIXxevt
— ANI (@ANI) August 7, 2022
ભારત: 1. હાર્દિક પંડ્યા (કેપ્ટન) 2. ઈશાન કિશન 3. શ્રેયસ ઐયર 4. સંજુ સેમસન 5. દીપક હુડા, 6. દિનેશ કાર્તિક 7. અક્ષર પટેલ 8. કુલદીપ યાદવ 9. આવેશ ખાન 10. રવિ બિશ્નોઈ 11. અર્શદીપ સિંહ
વિન્ડીઝ: 1. નિકોલસ પૂરન (કેપ્ટન) 2. શમરાહ બ્રૂક્સ 3. સિમરોન હેટમાયર 4. ડેવોન થોમસ (WK) 5. જેસન હોલ્ડર 6. ઓડન સ્મિથ 7. કીમો પોલ 8. ડોમિનિક ડ્રેક્સ 9. ઓવેડ મેકકોય 10. હેડન વોલ્શ 11. રોમેન પોવેલ