ભારતે અવકાશ ક્ષેત્રે નવો ઈતિહાસ લખ્યો છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ આજે (30 જુલાઈ) એક સાથે 7 સેટેલાઈટ લોન્ચ કર્યા છે. જેમાં 1 સ્વદેશી અને સિંગાપોરના છ ઉપગ્રહોનો સમાવેશ થાય છે. આ ઉપગ્રહોને PSL-C56 રોકેટ દ્વારા આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યા હતા. PSLV-C56 એ ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિમિટેડનું મિશન છે, જે ઈસરોની શાખા છે.
PSLV C-56 Lift-off & On-board views pic.twitter.com/wnJc4tWIDG
- Advertisement -
— ISRO (@isro) July 30, 2023
PSLV-C56 રોકેટે સિંગાપોરના પૃથ્વી અવલોકન ઉપગ્રહ ડીએસ-એસએઆર અને અન્ય 6 ઉપગ્રહોને આજે સવારે 6.30 વાગ્યે લોન્ચ થયા છે. આ મહિને બહુપ્રતીક્ષિત ચંદ્રયાન-3 લોન્ચ કર્યા બાદ હવે PSLV-C56 લોન્ચ એ એક મહિનાની અંદર ઈસરોની બીજી મોટી સિદ્ધિ છે. અગાઉ 14 જુલાઈના રોજ, ISRO એ LVM-3 લોન્ચ વ્હીકલને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં મૂક્યું હતું.
- Advertisement -
આ વર્ષે ભારતીય અવકાશ એજન્સીનું આ ત્રીજું વ્યાવસાયિક મિશન છે. ઈસરોએ અગાઉ માર્ચમાં LVM-3 રોકેટ વડે બ્રિટનના વન-વેવ સાથે સંકળાયેલા 36 ઉપગ્રહો લોન્ચ કર્યા હતા. આ પછી એપ્રિલમાં પીએસએલવી રોકેટથી સિંગાપોરના 2 ઉપગ્રહો લોન્ચ કરવામાં આવ્યા હતા. DS-SAR સિંગાપોરની ડિફેન્સ સાયન્સ એન્ડ ટેક્નોલોજી એજન્સી અને સિંગાપોરની ST એન્જિનિયરિંગ વચ્ચેની ભાગીદારી હેઠળ વિકસાવવામાં આવી છે.
The ascent of the PSLV C56 launch vehicle tracked against the backdrop of the rising sun.
Slow motion video on our Instagram isro.dos pic.twitter.com/tAzC8gmHLo
— ISRO (@isro) July 30, 2023
પ્રક્ષેપણ પછી, આ ઉપગ્રહનો ઉપયોગ સિંગાપોર સરકારની વિવિધ એજન્સીઓની સેટેલાઇટ ઇમેજિંગ જરૂરિયાતો માટે કરવામાં આવશે. DS-SAR ઇઝરાયેલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝમાંથી વિકસિત સિન્થેટીક એપરચર રડાર (SAR) સાથે ફીટ થયેલ છે. આ ઉપગ્રહને તમામ હવામાન પરિસ્થિતિઓમાં દિવસ અને રાત્રિની તસવીરો લેવા સક્ષમ બનાવશે.
ISROના વિશ્વસનીય રોકેટ PSLV ની આ 58મી ઉડાન હતી. PSLV રોકેટને ISROનું વર્કહોર્સ કહેવામાં આવે છે. આ વિશાળ રોકેટ પૃથ્વીની નીચેની ભ્રમણકક્ષામાં સતત સફળતાપૂર્વક ગ્રહોને સ્થાપિત કરી રહ્યું છે.