ખાસ-ખબર સંવાદદાતા
ભારતીય શેરબજારે તાજેતરમાં ફરી એકવાર ફ્રાંસને પછાડીને વિશ્વનું પાંચમું સૌથી મોટું શેરબજાર બની ગયું છે. અમેરિકન શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગ (24 જાન્યુઆરી 2023)ના અહેવાલ પછી, અદાણી ગ્રૂપના શેરમાં ભારે વેચવાલીને કારણે આ વર્ષે જાન્યુઆરી દરમિયાન તે છઠ્ઠા સ્થાને સરકી ગયું હતું. પરંતુ અદાણી ગ્રૂપના શેરમાં રિકવરી અને વિદેશી રોકાણકારો દ્વારા કરવામાં આવેલી ખરીદીના આધારે ભારતીય શેરબજાર તેની ખોવાયેલી સ્થિતિ પાછી મેળવવામાં સફળ થયું છે.
28 મે, 2007ના રોજ, ભારતીય શેરબજારે પ્રથમ વખત 1 ટ્રિલિયન (લાખ કરોડ) એટલે કે લગભગ રૂ. 82 લાખ કરોડની માર્કેટ કેપ હાંસલ કરી હતી. પરંતુ બજારને 2 લાખ કરોડ એટલે કે 164 લાખ કરોડની માર્કેટ કેપને સ્પર્શવા માટે આગામી 10 વર્ષ સુધી રાહ જોવી પડી.
- Advertisement -
આખરે, 16મી મે 2017ના રોજ રાહનો અંત આવ્યો, જ્યારે તેને 2 લાખ કરોડથી 3 લાખ કરોડ એટલે કે રૂ. 246 લાખ કરોડની યાત્રા કરવામાં માત્ર 4 વર્ષ લાગ્યા. 24 મે 2021ના રોજ, ભારતીય શેરબજાર પ્રથમ વખત 3 ટ્રિલિયનના માર્કેટ કેપને સ્પર્શ્યું. એટલું જ નહીં, શેરબજારમાં રોકાણકારોની સંખ્યા પણ 11 કરોડને વટાવીને 11.44 કરોડ સુધી પહોંચી ગઈ છે.
વર્લ્ડ ફેડરેશન ઓફ એક્સચેન્જના ડેટા અનુસાર, ગયા વર્ષે વિશ્વ માર્કેટ કેપમાં યુએસ માર્કેટનો હિસ્સો લગભગ 41% હતો, જ્યારે ભારતનો હિસ્સો માત્ર 3% હતો. અમેરિકાની 55%થી વધુ વસતિ ત્યાંના શેરબજાર સાથે જોડાયેલી છે, જ્યારે ભારતમાં આ આંકડો માત્ર 3% છે. પરંતુ તેનો અર્થ એ પણ છે કે ભારતીય શેરબજારમાં હજુ ઘણી સંભાવનાઓ બાકી છે.
BSE સેન્સેક્સ 1990માં પહેલીવાર 1 હજારની સપાટીએ પહોંચ્યો હતો
25 જુલાઈ, 1990ના રોજ, ઇજઊ સેન્સેક્સ પ્રથમ વખત 1 હજારની સપાટીને સ્પર્શ્યો હતો. 1 હજારથી 10 હજાર (6 ફેબ્રુઆરી 2006) થવામાં લગભગ 16 વર્ષ લાગ્યાં. પરંતુ 10 હજારથી 60 હજાર સુધીની સફર માત્ર 15 વર્ષમાં પૂર્ણ થઈ હતી.