ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની ટી-20 સીરીઝનો પહેલા મુકાબલામાં ભારતની જીત થઇ છે.
T-20 વર્લ્ડકપ પહેલા છેલ્લી T-20 સીરીઝ રમી રહેલી ટીમ ઇન્ડિયાની શાનદાર શરૂઆત થઇ છે. ભારતે તિરૂવનન્તપુરમાં રમાયેલી પહેલી મેચમાં સાઉથ આફ્રિકાને 8 વિકેટથી હરાવ્યું છે. 107 રનનો પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાએ 2 વિકેટ ગુમાવીને આ લક્ષ્ય મેળવી લીધું.
- Advertisement -
ભારત તરફથી સૂર્યકુમાર યાદવે 50 અને કે.એલ. રાહુલે 51 રનોની અણનમ ઇનિંગ રમી અને ટીમ ઇન્ડિયાને જીત અપાવી દીધી. 3 મેચોની સીરીઝમાં ભારત 1-0થી આગળ છે. આ મેચમાં રોહિત શર્મા 0 અને વિરાટ કોહલી 3 રન બનાવીને આઉટ થયા હતા.
That Winning Feeling! 👏 👏 #TeamIndia begin the T20I series with a superb win in Thiruvananthapuram. 🙌 🙌
Scorecard ▶️ https://t.co/L93S9k4QqD #INDvSA | @mastercardindia pic.twitter.com/r8OmRhdVk4
- Advertisement -
— BCCI (@BCCI) September 28, 2022
સૂર્યા અને રાહુલનો જલવો
ટૉસના સમયે કોઇને પણ જાણ નહોતી કે બેટિંગ માટે આ પિચ એટલી મુશ્કેલ થવાની છે. પહેલા સાઉથ આફ્રિકાએ માત્ર 9 રનના સ્કોર પર 5 વિકેટ ગુમાવી દીધી, ત્યારબાદ ટીમ ઇન્ડિયાના બોલર્સે આફ્રિકાને માત્ર 106ના સ્કોર પર રોકી લીધા. શરૂઆતમાં ટીમ ઇન્ડિયાને 2 ઝટકા લાગ્યા, પરંતુ બાદમાં સૂર્યકુમાર યાદવ અને કેએલ રાહુલે કમાલની બેટિંગ કરી. ત્યારે જાણ નહોતી થઇ કે આ એજ પિચ છે, જ્યાં આફ્રિકન ટીમ સંઘર્ષ કરી રહી હતી. બન્ને બેટ્સમેનોએ 10.3 ઓવરમાં 93 રનોની ભાગીદારી કરી અને ભારતને જીત અપાવી દીધી.