પહેલા બેટિંગ કરતા ભારતે માત્ર 119 રન બનાવ્યા અને જ્યારે પાકિસ્તાની ટીમ રમતમાં આવી ત્યારે એક સમયે મેચ સંપૂર્ણપણે તેમની પકડમાં હતી
ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી દરેક ક્રિકેટ મેચ રસપ્રદ હોય છે, પરંતુ જ્યારે રવિવારે ટી-20 વર્લ્ડ કપમાં બંને ટીમો ટકરાઇ ત્યારે તેનો રોમાંચ કઇંક અલગજ જોવા મળ્યો. પહેલા બેટિંગ કરતા ભારતે માત્ર 119 રન બનાવ્યા અને જ્યારે પાકિસ્તાની ટીમ રમતમાં આવી ત્યારે એક સમયે મેચ સંપૂર્ણપણે તેમની પકડમાં હતી, પરંતુ છેલ્લી 6 ઓવરમાં ભારતીય બોલરોએ આખી રમતને ફેરવી નાખી અને ભારતે 6 રનથી મેચ જીતી લીધી. પાકિસ્તાનની હારને ત્યાંની જનતાએ કઇ રીતે લીધી તેના પર નજર કરીએ.
- Advertisement -
પાકિસ્તાનના અખબાર ધ એક્સપ્રેસ ટ્રિબ્યુને તેના એક લેખના શીર્ષકમાં લખ્યું હતું, “ભારત સામે ટી20 વર્લ્ડ કપની હાર બાદ પાકિસ્તાનમાં હાર્ટબ્રેક”.
સમાચાર પત્રએ એએફપી ન્યૂઝ એજન્સીને ટાંકીને કહ્યું, “સોમવારે કટ્ટર હરીફ ભારત સામે હાર્યા બાદ પાકિસ્તાની ચાહકો નિરાશ થયા છે. કેટલાક તો એમ પણ માને છે કે બે મેચ પછી ટી-20 વર્લ્ડ કપમાં તેમના માટે કંઈ જ બચ્યું નથી રાવલપિંડીમાં એક ચાહકે કહ્યું, “પાકિસ્તાન માટે ક્રિકેટ સમાપ્ત થઈ ગયું છે.’
રાવલપિંડીમાં ‘ભારતના રાષ્ટ્રગીત દરમિયાન સ્ક્રીન મ્યૂટ’
- Advertisement -
પાકિસ્તાની અખબારે લખ્યું હતું કે રવિવારે રાત પડી ત્યારે 15,000 દર્શકોની ક્ષમતા ધરાવતા રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં ભીડ એકઠી થઈ હતી. ન્યૂયોર્કમાં રમાઇ રહેલી ભારત-પાકિસ્તાન મેચનું અહીં મોટા પડદા પર જીવંત પ્રસારણ કરવામાં આવી રહ્યું હતું. પાકિસ્તાન ભારતને એ હદે પોતાનું હરીફ માને છે કે જ્યારે મેચ પહેલા ભારતનું રાષ્ટ્રગીત વગાડવામાં આવી રહ્યું હતું, ત્યારે સ્ટેડિયમની સ્ક્રીનને મ્યૂટ કરી દેવામાં આવી હતી.
હતાશ પાકિસ્તાનીઓએ સ્ક્રીન પર પ્લાસ્ટિકની બોટલ ફેંકી
“જ્યારે ભારતે રોમાંચક મેચમાં પાકિસ્તાનને છ રનથી હરાવ્યું, ત્યારે હતાશ પાકિસ્તાનીઓએ સ્ક્રીન પર પ્લાસ્ટિકની બોટલ ફેંકી હતી. મેચ મોહમ્મદ હિશામ રાજાએ કહ્યું, “પાકિસ્તાન તેમની બેટિંગને કારણે હાર્યું. આ કંઇ શરમની વાત નથી કારણ કે હવે આપણને આ રીતે હારવાની ટેવ પડી ગઈ છે.’
પાકિસ્તાનના અખબાર ડોને લખ્યું છે કે T20 વર્લ્ડ કપ 2024માં ભારત સાથેની મેચની છેલ્લી ક્ષણે પાકિસ્તાની ટીમ એક એવી મેચ હારી ગઈ જેમાં તેણે ખાસ્સીવાર સુધી પોતાની પકડ જમાવી રાખી હતી.
પીચ પર ઉઠ્યા સવાલ
“આશ્ચર્યજનક પરિણામોને કારણે, ન્યૂયોર્કમાં રમાયેલી T20 વર્લ્ડ કપ મેચોમાં ઉપયોગમાં લેવાતી નવી પીચો અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. , આઇસીસીએ સ્વીકાર્યું છે કે તે નિર્ધારિત ધોરણો અનુસાર બનાવવામાં આવી નથી.
લેખમાં કહેવામાં આવ્યું છે કે અસ્થાયી નાસાઉ કાઉન્ટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં બે મેચ રમાઇ છે અને તે બંનેમાં ખૂબ ઓછા સ્કોર હતા. પીચ એવી રીતે બનાવવામાં આવી હતી કે હલનચલન અને ઉછાળાને કારણે બેટિંગ કરવી અત્યંત મુશ્કેલ હતી. ભારતના બેટિંગ કોચ વિક્રમ રાઠોડે તેને “પડકારજનક વિકેટ” ગણાવી હતી.