ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.21
એક તરફ, મોહમ્મદ શમીની ઘાતક બોલિંગ, જેનાં કારણે તેણે પાંચ વિકેટો ઝડપી, બીજી તરફ, શુભમન ગિલની સદીને કારણે ભારતને જીથ અપાવી છે. આ બંનેનાં ‘વિશેષ’ પ્રદર્શનને કારણે ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશને છ વિકેટથી હરાવી અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર શરૂઆત કરી છે. ભારતે 228 રનનો લક્ષયાંક 46.3 ઓવરમાં મેળવ્યો હતો. ગિલ મેન ઓફ ધ મેચ બન્યો હતો અને તેણે અણનમ 101 રન બનાવ્યાં હતાં. તેમણે કેએલ રાહુલ સાથે પાંચમી વિકેટ માટે 87 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારી એવા સમયે આવી જ્યારે ભારત 144 રન પર ચાર વિકેટો ખોઈ બેઠું હતું અને મેચમાં હાર જણાય રહી હતી. રોહિત શર્માએ 36 બોલમાં 41 રન બનાવ્યાં હતાં.
- Advertisement -
તેણે ગિલ સાથેની પ્રથમ વિકેટ સાથે 9.5 ઓવરમાં 69 રનની ભાગીદારી કરીને સારી શરૂઆત કરી હતી. જો કે, સ્પિન બોલરો રીશદ અને મેહદી હસને મધ્યમાં કોહલી અને અક્ષરની વિકેટો લીધી હતી.બાંગ્લાદેશે પહેલાં ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. શમી, રાણા અને અક્ષરની શ્રેષ્ઠ બોલિંગને કારણે બાંગ્લાદેશની પાંચ વિકેટ માત્ર 35 રનમાં પડી હતી. છઠ્ઠી વિકેટ પણ 35 રનમાં પડી હોત જો રોહિતે અલીનો કેચ પકડ્યો હોત. તે સમયે અલી શૂન્ય પર હતો અને રોહિતે કેચ છોડતા અક્ષર હેટ્રિક પણ ચૂકી ગયો હતો. ત્યારબાદ હ્રદય અને જકરે છઠ્ઠી વિકેટ માટે 154 રનની ભાગીદારી કરી હતી અને બાંગ્લાદેશને સંકટમાંથી બહાર લાવ્યાં હતાં. શમીએ આ ભાગીદારી તોડી. આ પછી, શમી અને રાણાએ આખી ટીમને 228228 રન પર આઉટ કરી હતી.આ ભવ્ય જીત સાથે જ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની સ્થિતિ મજબૂત બની ગઇ છે. ભારતને હવે સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત બનાવવા ગ્રુપ મેચમાં માત્ર એક જીતની જરૂર છે. આમ જો ભારતીય ટીમ હવે ગ્રુપ સ્ટેજમાં તેની બાકીની બે મેચમાં પાકિસ્તાન કે ન્યૂઝીલેન્ડને હરાવે છે તો સેમિફાઇનલમાં ભારતનું સ્થાન નક્કી થઇ જશે.
ગિલની તોફાની સદી
બાંગ્લાદેશે આપેલા 229 રનનો ટાર્ગેટને ચેઝ કરતી વખતે ભારતીય ટીમે 46.3 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 231 રન બનાવીને ભવ્ય જીત મેળવી હતી. મેચમાં ભારત તરફથી શુભમન ગિલે તોફાની બેટિંગ કરીને 129 બોલમાં 101 રન બનાવ્યા હતા. ગિલ સિવાય રોહિત શર્માએ 36 બોલમાં 41 રન અને કે.એલ. રાહુલે 47 બોલમાં 41 રન ફટકારીને ભારતને જીત આપવવામાં પોતાનો ફાળો આપ્યો હતો.
શમીએ મચાવ્યો તરખાટ
બાંગ્લાદેશના બેટર્સની આવી સ્થિતિ પાછળ ભારતના સ્ટાર બોલર મોહમ્મદ શમીની આક્રમક બોલિંગ જવાબદાર છે. શમીએ 10 ઓવરમાં માત્ર 53 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. આમ ભારતને મળેલી ભવ્ય જીત પાછળ શમીએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. મોહમ્મદ શમી સૌથી ઓછી 104 મેચમાં 200 વનડે વિકેટ લેનાર ભારતીય બોલર બની ગયાં છે. તેણે ફાસ્ટ બોલર અગરકરને પાછળ છોડી દીધાં જેણે 133 મેચોમાં 200 વિકેટો લીધી હતી. વન-ડેમાં 25થી ઓછી એવરેજથી બોલિંગ કરનાર શમીના નામે હવે છ વખત પાંચ વિકેટ અને દસ વખત ચાર વિકેટ ઝડપવાનો રેકોર્ડ છે. આ સાથે તે વન ડેમાં 200 વિકેટ પુરી કરનારો ભારતનાં આઠમાં બોલર બની ગયાં છે.