કેરેબિયન ટીમને આઘાતજનક હારનો સામનો કરવો પડ્યો અને માત્ર 27 રનમાં ઓલઆઉટ થઈ ગયા બાદ ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝે તાત્કાલિક બેઠક બોલાવી હતી.
વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ બેટ્સમેન બ્રાયન લારાએ મંગળવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આડકતરી રીતે નિંદા કરતા કહ્યું કે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝના ખરાબ બેટિંગ પ્રદર્શન પાછળ આ ટુર્નામેન્ટ એક કારણ હતું.
- Advertisement -
વેસ્ટઈન્ડિઝને 176 રનથી હારનો સામનો કરવો પડ્યો
સબીના પાર્ક ખાતે રમાયેલી પિંક બોલ ટેસ્ટમાં વેસ્ટઈન્ડિઝને 176 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં સ્ટાર્કે 15 બોલમાં 5 વિકેટ લઈને ઇતિહાસ રચ્યો હતો. બોલેન્ડે હેટ્રિક લીધી હતી અને ઓસ્ટ્રેલિયાએ મેચ જીતીને સિરીઝમાં વેસ્ટઈન્ડિઝનો સંપૂર્ણ સફાયો કર્યો હતો.
બ્રાયન લારાએ IPL અને અન્ય T20 લીગ પર નિશાન સાધ્યું
- Advertisement -
બ્રાયન લારાએ એક પોડકાસ્ટ દરમિયાન વેસ્ટઈન્ડિઝના આ શરમજનક પ્રદર્શન વિશે વાત કરી હતી અને આડકતરી રીતે IPL અને અન્ય ફ્રેન્ચાઇઝી લીગને આ માટે જવાબદાર ઠેરવ્યા હતા. આ અંગે બ્રાયન લારાએ કહ્યું હતું કે, ‘હાલ ખેલાડીઓ રાષ્ટ્રીય ટીમનો ઉપયોગ પ્લેટફોર્મ તરીકે કરી રહ્યા છે, જેથી તેઓ ફ્રેન્ચાઇઝી માલિકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી શકે. અમારા સમયમાં, અમે પહેલા ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કરીને આગળ આવતા હતા અને પછી રાષ્ટ્રીય ટીમમાં પસંદગી પામતા હતા.’
ડેવિડ લૉયડે ભારત, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ પર આરોપ લગાવ્યો
લારાની સાથે ભૂતપૂર્વ ઈંગ્લેન્ડ ક્રિકેટર ડેવિડ લૉયડ પણ આ પોડકાસ્ટનો ભાગ બન્યા. તેમણે વેસ્ટઈન્ડિઝ ક્રિકેટના પતન માટે ભારત, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડને જવાબદાર ઠેરવી દીધા હતા. આ સંદર્ભમાં, તેમણે કહ્યું, ‘ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ભારત આ ત્રણ મોટી ટીમ બધા પૈસા લઈ લે છે. તેઓ જ મોટી બ્રોડકાસ્ટ ડીલ મેળવે છે. તમારી પાસે સમાન આવક વિતરણ હોવું જોઈએ જેથી વેસ્ટઈન્ડિઝ, ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા જેવી ટીમ પણ સ્પર્ધા કરી શકે.’