ખાસ-ખબર સંવાદદાતા
ભારતે વિદેશી પર્યટકોેને દેશમાં પ્રવેશવાની છૂટ આપવાનો નિર્ણય લીધો છે. શરૂઆત ચાર્ટર્ડ ફ્લાઇટના પ્રવાસીઓને 15મી ઑક્ટોબરથી જયારે કમર્શિયલ ફલાઇટ્સના પ્રવાસીઓ માટે 15મી નવેમ્બરથી ટુરિસ્ટ વીઝા આપીને કરવામાં આવશે.
કેન્દ્રના ગૃહ મંત્રાલયે કરેલી જાહેરાતમાં જણાવ્યું હતું કે કોરોનાના રોગચાળાને કારણે માર્ચ 2020થી વીઝા અને આંતરરાષ્ટ્રીય પ્રવાસ પર મૂકવામાં આવેલા પ્રતિબંધ હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ હળવા કરાયા છે.
વિવિધ માહિતીને ધ્યાનમાં લીધા બાદ મંત્રાલયે ચાર્ટર્ડ ફ્લાઇટો દ્વારા ભારત આવી રહેલા વિદેશીઓને 15મી ઑક્ટોબર 2021થી નવેસરથી વીઝા આપવાનો નિર્ણય લીધો હોવાની વાત મંત્રાલયે જાહેર કરેલા નિવેદનમાં જણાવાઇ હતી.
ચાર્ટર્ડ ફ્લાઇટ સિવાય અન્ય વિમાનો દ્વારા ભારતમાં પ્રવેશવા માગતા વિદેશીઓ 15મી નવેમ્બર 2021થી જ નવા પર્યટકો માટેના વીઝા લઇને પ્રવેશી શકશે.