અન્ય ઓવરબ્રિજ- અંડરબ્રિજનું ઈન્સ્પેકશન કરી તેનું સમારકામ કરવા શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ. રાજદિપસિંહ જાડેજાએ કલેકટરને આવેદન પાઠવ્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટના બાદ રાજ્યના તમામ બ્રિજનું વર્ષમાં બે વખત ઈન્સ્પેકશન કરવાનું હાઈકોર્ટે બ્રિજ અંગેની નવી નીતિ ઘડવા માટે આદેશ કરવામાં આવેલ અને તમામ બ્રિજનું ફરજિયાત એક વર્ષમાં બે વખત ઈન્સ્પેકશન કરવાની જોગવાઈ કરી જેનો સુપ્રિટેન્ડેન્ટ એન્જિનિયરને પણ રેન્ડમ ધોરણે બ્રિજની ચકાસણી કરવાનું ઠરાવમાં કહેવાયું છે. તમામ મોટા ક્રોંકીટ, પીલોર, વિઝીટ ફ્રેમ, સ્ટ્રકચર જેવા ખાસ પ્રકારના બ્રિજનું ઈન્સ્પેકશન ચોમાસા પૂર્વે અને ચોમાસા પછી બ્રિજનું ઈન્સ્પેકશન કરવાના આદેશને રાજ્ય અને શહેર જિલ્લામાં ઉલાળીયો કરવામાં આવતા વડોદરા પાસે ગંભીરા બ્રિજમાં 15 લોકોેએ જાન ગુમાવ્યા છે.
આઝાદી વખતનો રાજકોટ શહેરનો કેસરી હિંદ પુલ 1879માં આ પુલ 10 મીટરનો હતો. અગાઉ 1965ના યુદ્ધમાં જામનગરની મિલેટ્રી કેમ્પ દ્વારા આ પુલ પરથી કચ્છ જવા એક જ રસ્તો હતો ત્યારે ઉપયોગ થયો હતો. ત્યારબાદ 1991 તત્કાલીન સમયના રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ પુલને 14 મીટર પહોળો બનાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી, ત્યાર બાદ જૂનો જે પુલ હતો તેના આર્ચ (જોઈન્ટ) ખુલી ગયેલ હતા ત્યારે 1991માં મ્યુનિસિપલ કમિશનર દ્વારા જોઈન્ટ પેક કરી જોઈન્ટને મજબૂત કરી એક કંપનીને કોન્ટ્રાક્ટ આપેલ હતો. જે કંપની દ્વારા તત્કાલીન સમયે 25 વર્ષની ગેરંટી આપી હતી. આજની તારીખે જોવા જઈએ તો આ કેસરી હિંદ પુલની આયુષ્ય એક દસકા પહેલાં પૂર્ણ થયેલ છે અને તેમ છતાં મહાનગરપાલિકા દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરી નથી તો આ અંગે સત્વરે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ.
- Advertisement -
સંદર્ભ દર્શિત ઘટના રાજકોટ શહેર કે જિલ્લામાં ન બને તે માટે હાલ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી રાજકોટ સહિત રાજ્યભરમાં આપવામાં આવી છે ત્યારે રાજકોટ શહેર- જિલ્લામાં કોઈ જાનહાની ન બને તે માટે તકેદારીના આગોતરા આયોજનના ભાગરૂપે શહેર જિલ્લાના તમામ બ્રિજનું ઈન્સ્પેકશન કરી સ્ટ્રકચર રિપોર્ટ તૈયાર કરી યોગ્ય કરવા અમારી અપીલ છે. માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની કામગીરીમાં બેદરકારી અને લાપરવાહી ફલિત થઈ છે. ભયજનક પુલો પર ઓવરલોડિંગ વાહનો પર પ્રતિબંધ લાદો અને ભયજનક હોય તે તમામ બ્રિજ પર તાત્કાલિક મરામત કરી વાહનચાલકોને દેખાય તે પ્રકારે સાઈન બોર્ડ મૂકવા અને અંડરબ્રિજમાં પણ ખાડા કે રેલિંગો તૂટેલી હોય તો તે તાત્કાલીક મરામતની કામગીરી હાથ ધરવામાંમાં આવે તેવી રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદિપસિંહ જાડેજાએ કલેકટરને આવેદન પાઠવી રજૂઆત કરી છે.