ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
મેંદરડા ખોડીયાર ઇન્ટર નેશનલ સ્કૂલમાં સ્વાતંત્ર્ય દિન નિમિતે ધ્વજ વંદન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં કે જી થી ધોરણ 10 સુધીના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં દેશ ભક્તિ ગીત, ધાર્મિક ગીત, ઐતિહાસિક નાટકો, સૌર્ય ગીત અને મહાન ક્રાંતિકારી ઓ ના જીવન પર વક્તવ્યો વિદ્યાર્થી ઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા તેમજ વર્ષ 2023-24ની વાર્ષિક પરિક્ષામાં જુનિયર કે જી થી ધોરણ 10ના તેમજ ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલ એસએસસી પરીક્ષામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓ ને શિલ્ડ થી સન્માનિત કરવામાં આવ્યા.
- Advertisement -
વાલી ગણ તેમજ અન્ય શ્રોતા ગણની બહોળી હાજરીથી આ કાર્યક્રમને ચાર ચાંદ લાગી ગયા.આ કાર્યક્રમને સ્ટેજ પરથી સફળતા પૂર્વક રજૂ કરવા માટે શાળાના બાળકો, શાળાનો સમગ્ર સ્ટાફ તેમજ આચાર્ય મહેશ ભાઈ બાલાસરા અને શાળા સંચાલક મનીષભાઈ વઘાસીયા બધા મળીને છેલ્લા કેટલાય દિવસોથી સખત મેહનત કરતા હતા અને શાળામાં આ કાર્યક્રમની સફળતા પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.