ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.16
દસાડા તાલુકાના વડગામ ખાતે છેલ્લા 23 વર્ષ હથી ચાલતી લોક કલ્યાણ સેવા સંસ્થામાં જરૂરિયાતમંદ બાળકોને રહેવાનું-જમવાનું- ભણવાનું સંપૂર્ણ નિ:શુલ્ક પૂરું પાડવામાં આવે છેઆ સંસ્થામાં રહેતા 104 બાળકો દ્વારા 78માં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગમાં મુખ્ય મહેમાન તરીકે શ્રીમતિ મોનાબેન વિનેશભાઈ કાપડિયા,અમદાવાદ ઉપસ્થિત રહ્યા હતા તેમનાં દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર દરેક બાળકોને પ્રોત્સાહક ઈનામ આપવામાં આવ્યા હતા બાળકો દ્વારા એકપાત્ર અભિનય, નાટક,પિરામિડ,ભક્તિ ગીત, દેશભક્તિ ગીત,ડાન્સ,વક્તવ્ય જેવા અનેક સાંસ્કૃતિક કાર્યક્રમ કરીને સૌ મહેમનોને મંત્રમુગ્ધ કર્યાં હતાં.
- Advertisement -
કાર્યક્રમને અંતે શ્રીમતિ મોનાબેન વિનેશભાઈ કાપડિયા દ્વારા અને સંસ્થાનાં ફાઉન્ડર વશરામ મકવાણા દ્વારા બાળકોને દેશભક્તિ અંગે તથા સ્વાતંત્ર પર્વ અંગે ઊંડી સમજ અને શીખ આપતું વક્તવ્ય આપવામાં આવ્યું.સંસ્થાનાં સંયોજક શ્રીમતિ કંચનબેન મકવાણા દ્વારા સમગ્ર કાર્યક્રમની આભારવિધિ કરવામાં આવી હતી બાળકોએ આ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવા માટે છેલ્લા 10 દિવસથી સખત મહેનત કરીને ભારે જહેમત ઉઠાવી હતી..