– સતત નવમી સિરીઝ ભારતના નામે: પાંચમા દિવસે ભારે વરસાદને કારણે એક પણ બોલ ન ફેંકાયો
ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી ટેસ્ટ મેચનો પાંચમો દિવસ વરસાદને કારણે રદ્દ કરી દેવાયો છે. આ રીતે બીજી ટેસ્ટને ડ્રો જાહેર કરવામાં આવી છે. જો કે ટીમ ઈન્ડિયાએ બે ટેસ્ટ મેચની શ્રેણીને ભારતે 1-0થી પોતાના નામે કરી લીધી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પહેલાં બેટિંગ કરતાં વિરાટ કોહલીની સદીની ઈનિંગની મદદથી 438 રનનો સ્કોર કર્યો હતો. જવાબમાં વિન્ડિઝ ટીમ 255 રન જ બનાવી શકી હતી. આવામાં ભારતને પહેલી ઈનિંગમાં 183 રનની મજબૂત લીડ હાંસલ થઈ હતી.
- Advertisement -
બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાએ બે વિકેટે 181 રન બનાવીને ઈનિંગ ડિકલેર કરી હતી. આ રીતે યજમાન વિન્ડિઝને જીત માટે 365 રનનો વિશાળ લક્ષ્યાંક મળ્યો હતો. ટીમ ઈન્ડિયાના બોલરોએ બીજી ઈનિંગમાં વિન્ડિઝ ઉપર પોતાનો શિકંજો કસી દીધો હતો પરંતુ ચોથા દિવસે વરસાદને કારણે રમત ઝડપથી સમાપ્ત કરાઈ હતી.
That Series-Winning Grin 😊
Congratulations to the Rohit Sharma-led #TeamIndia on the Test series win 👏 👏#WIvIND pic.twitter.com/uWqmdtqhl5
- Advertisement -
— BCCI (@BCCI) July 24, 2023
આ પછી પાંચમા દિવસે સવારથી જ પૉર્ટ ઑફ સ્પેનમાં વાદળો છવાયેલા રહ્યા અને ભારે વરસાદ પડતો રહ્યો હતો. ટી-બ્રેક સમય સુધી વરસાદ પડતો રહ્યો અને ભીના આઉટફિલ્ડને કારણે પાંચમા દિવસની રમતને કૉલ્ડ ઑફ (રદ્દ) કરી દેવામાં આવી હીત. આ રીતે શ્રેણીની બીજી મેચ ડ્રો રહી હતી.
Leading run-getter (2⃣6⃣6⃣ runs) in the Test series 🔝
Leading wicket-taker (1⃣5⃣ wickets) in the Test series 🔝
Say hello to Yashasvi Jaiswal & R Ashwin👋#TeamIndia | #WIvIND pic.twitter.com/vCqYnbRk19
— BCCI (@BCCI) July 24, 2023
બીજી ટેસ્ટ મેચમાં પણ વિન્ડિઝ ઉપર ટીમ ઈન્ડિયાની જીત નિશ્ર્ચિત દેખાઈ રહી હતી પરંતુ ઈન્દ્રદેવે યજમાન ટીમની આબરૂ બચાવી લીધી છે. જો કે આમ થવાને કારણે ભારતીય ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં આઠ પોઈન્ટનું નુકસાન પહોંચ્યું છે. એક ટેસ્ટ મેચ જીતવા પર ટીમને 12 પોઈન્ટ મળે છે અને જો મેચ ટાઈ પર પૂર્ણ થાય છે તો આવી સ્થિતિમાં છ પોઈન્ટ આપવામાં આવે છે જ્યારે ડ્રો થવાની સ્થિતિમાં ટીમને માત્ર ચાર પોઈન્ટ મળે છે. આવામાં ટીમ ઈન્ડિયા જ્યાં 12 પોઈન્ટ માટે મેદાન પર પોતાનું જોર લગાવી રહી હતી પરંતુ તેને મળ્યા માત્ર ચાર પોઈન્ટ છે અને વિન્ડિઝના ખાતામાં ચાર પોઈન્ટ ગયા છે.
હેટમાયરની વાપસી, પૂરન-હોલ્ડર ગાયબ: ભારત સામે વન-ડે શ્રેણી માટે વિન્ડિઝ ટીમ જાહેર
ટેસ્ટ શ્રેણી ગુમાવ્યા બાદ હવે 27 જૂલાઈથી શરૂ થઈ રહેલી ત્રણ મેચની વન-ડે શ્રેણી માટે વિન્ડિઝે પોતાના 15 ખેલાડીઓની ટીમ જાહેર કરી છે. ટીમની કમાન શાઈ હોપ સંભાળશે તો રોવમેન પૉવેલ વાઈસ કેપ્ટનની જવાબદારી સંભાળશે. 15 ખેલાડીઓની ટીમની પસંદગી કેસિંગ્ટન ઓવલમાં ચાર દિવસીય શિબિર બાદ કરવામાં આવી છે જેમાં વન-ડે સાથે સાથે ત્યારબાદ થનારી પાંચ મેચની ટી-20 શ્રેણી માટે પણ ખેલાડીઓને તૈયાર કરવામાં આવ્યા છે. પસંદગીકારોએ ડાબા હાથના બેટર શિમરોન હેટમાયર અને ફાસ્ટ બોલર ઓશાને થૉમસને પરત બોલાવી લીધા છે.