ખાસ-ખબર સંવાદદાતા
દેશમાં પાન-આધાર લીંકઅપની મુદત તા.30 જૂનના પુરી થઈ છે અને તે બાદ જેઓના પાન-આધાર લીંકઅપ નથી તેઓના પાનકાર્ડ ડીએકટીવ થયા છે તેવી જે વ્યાપક માન્યતા પ્રવર્તે છે તેમાં આવકવેરા વિભાગે સ્પષ્ટતા કરતા કહ્યું કે આ પ્રકારે જેઓએ પાન-આધાર લીંક થયા નથી તેઓ પણ આવકવેરા રીટર્ન તો ફાઈલ કરી જ શકે છે તેવી સ્પષ્ટતા ટવીટ મારફત કરી છે.
આવકવેરા વિભાગે જણાવ્યું છે કે ઈન ઓપરેટીવ પાનકાર્ડ એ ઈન એકટીવ થયા નથી તેથી આ પ્રકારે પાનકાર્ડ ધરાવનાર તેનું આવકવેરા રિટર્ન ફાઈલ કરી જ શકે છે. તેઓને રીટર્ન ફાઈલ કરવામાં કોઈ મુશ્કેલી પડશે નહી.
- Advertisement -
ફકત જેઓના પાનકાર્ડ લીંકઅપ નથી તેઓને નીચે મુજબની મુશ્કેલી પડી શકે છે
– આ પ્રકારના ઈનઓપરેટીવ પાનકાર્ડમાં પેન્ડીંગ રીફંડ કે તેનું વ્યાજ ચુકવાશે નહી.
– આ પ્રકારના પાનકાર્ડમાં આવકવેરા ધારાની કલમ 206 એએ મુજબ ઉંચા દરે ટીડીએસ કપાશે. આજ રીતે જો ટીડીએસ કપાતો હોય તો તે પણ ઉંચા દરે કપાશે.
- Advertisement -
– જેઓ 80 વર્ષ કે તેથી વધુની ઉંમરના હોય અથવા તો આસામ-જમ્મુ-કાશ્મીર કે મેઘાલયના રહેવાસી હોય અને આવકવેરા ધારાની કલમ 161 મુજબ નોન રેસીડેન્ટ હોય તેને આ નિયમો લાગુ થતા નથી અથવા તો ભારતીય નાગરિક ના હોય તેને પણ આ નિયમ લાગુ થતા નથી.