વિવિધ તાલુકાઓમાં રૂ. 196.55 લાખના 62 કામો ખૂલ્લા મુકાયાં
જિલ્લા કલેકટરની નિશ્રામાં ઝુંબેશરૂપે થયેલી કામગીરીને પરિણામે અનેક કાર્યો પૂર્ણ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29
ગીર સોમનાથ જિલ્લાના છેવાડાના નાગરિકો સુધી રાજ્ય સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાના કામોની સુવિધા ઉપલબ્ધ થાય તથા લોકોની સુખાકારીમાં વધારો થાય તેવા હેતુથી જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ તા.28/03/2025ના રોજ રૂૂ.196.55 લાખના 62 કામોનું સામૂહિક લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
- Advertisement -
વેરાવળ, સુત્રાપાડા, તાલાલા, ઉના, કોડિનાર, અને ગીરગઢડામાં વિવિધ પદાધીકારીઓ તથા અધિકારીઓ દ્વારા જિલ્લાના વિવિધ ગામોમાં આ લોકાર્પણ કાર્યો કરવામાં આવ્યાં હતાં. જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચનાનુસાર વર્ષ 2022-23 થી વર્ષ 2024-25 સુધીના વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત વિવિધ યોજનાઓ જેવી કે, 15 % વિવકાધિન, 5 % પ્રોત્સાહક, ધારાસભ્ય ફંડ, રાષ્ટ્રીય તહેવાર, એ.ટી.વી.ટી. તેમજ સાંસદ ફંડ અંતર્ગત જિલ્લા આયોજન કચેરી દ્વારા આયોજિત કરવામાં આવેલ રૂ. 196.55 લાખના જનઉપયોગી 62 કામો જનહિતાર્થે ખુલ્લા મુકાયાં હતાં.
સમગ્ર જિલ્લામાં મંજૂર કરવામાં આવેલા કામોમાં સી.સી. રોડ, પેવર બ્લોક, ગટર, કમ્પાઉન્ડવોલ, મધ્યાહન ભોજન શેડ, કોઝવે, બોર – મોટર, મધ્યાહ્ન ભોજન શેડ, મજુર કલ્યાણ કેન્દ્ર, પીવાના પાણીની પાઈપ લાઈન સહિતના કામનો સમાવેશ થાય છે.