214 દિવ્યાંગોને રૂ.28.94 લાખના ખર્ચે સાધન વિતરણ કરવામાં આવ્યા
ખાસ-ખબર સંવાદદાતા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે રાજકોટ જિલ્લાના વિંછીયા ખાતે 337.06 કરોડના સૌની યોજનાની લિંક-4ના પેકેજ-9 સહિતના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારોમાં પાણી પહોંચાડવા માટેની સૌની યોજનાની લિંક-4ના પેકેજ-9ના 181 કરોડના કામો અને ભાડલા તથા વિંછીયા ગ્રૂપ સુધારણા જૂથ પાણી પૂરવઠા યોજનાના 139 કરોડના કામોના ખાતમુહૂર્ત થશે. ઘેલા નદી પર 5.15 કરોડના ખર્ચે બનેલો મેજર બ્રિજ, આટકોટમાં 11 કરોડના ખર્ચે બનેલ નવું બસ સ્ટેન્ડ, વિંછીયા ખાતે 9.01 કરોડના ખર્ચે નિર્મિત નવી આઈ.ટી.આઈ.ના લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે મુખ્યમંત્રીના હસ્તે 214 દિવ્યાંગ લાભાર્થીઓને 18 પ્રકારના 317 જેટલા સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
રાજકોટના આજી-1 ડેમમાં નર્મદાના નીર ઠાલવવામાં આવી રહ્યા છે. સિંચાઇ વિભાગ દ્વારા લગભગ છેલ્લા દોઢ માસથી નર્મદાના નીર ઠાલવવામાં આવી રહ્યા છે. હવે આજી-1 ડેમમાં નર્મદાના નીર બંધ કરી રાજકોટ શહેરને આગામી ચોમાસા સુધી પીવાના પાણીની સમસ્યા ન રહે તે માટે ન્યારી-1 ડેમમાં સૌની યોજનાનું પાણી ઠાલવવાનું શરૂ કરવામાં આવ્યું છે. આજી-1 ડેમમાં અત્યાર સુધીમાં વધુ 1100 એમસીએફટી નર્મદા નીર ઠાલવવામાં આવ્યું છે જેના કારણે આજી-1 ડેમની સપાટી હાલમાં 28 ફૂટ સુધી પહોંચી ગઇ છે અને ડેમ 91 ટકાથી વધુ ભરાઇ ગયો છે. ફરી એકવાર સિંચાઇ વિભાગ દ્વારા ન્યારી-1 ડેમમાં પણ નર્મદાના નીર ઠાલવવાનું શરૂ કરી દેવાયું છે. હાલમાં આજી-1 ડેમમાં નર્મદાના પાણી બંધ કરાયા બાદ તુરંત જ ન્યારી-1 ડેમમાં સૌની યોજનાનું પાણી ઠાલવવાનું શરૂ કરી દેવાયું છે. હાલમાં ન્યારી-1 ડેમની સપાટી 17.34 ફૂટ છે અને હવે આ જળાશયમાં 600 એમસીએફટી નર્મદાના નીર ઠાલવવામાં આવનાર છે.
- Advertisement -
મહા સુદ આઠમ-માઁ ભગવતી ખોડલના પ્રાગટ્ય દિવસે શુભેચ્છા પાઠવતા ભુપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌ માઈભક્તોને ખોડિયાર જયંતીની હાર્દિક શુભકામના પાઠવી હતી અને ટ્વિટર કરીને જણાવ્યું હતું કે, કળિયુગની હાજરાહજૂર, ખમકારો દેતી, મહાહેતવાળી માઁ ખોડલની કૃપાથી સૌના જીવન સુખ, શાંતિ, સમૃદ્ધિથી સભર બને તેવી પ્રાર્થના કરી હતી.
જનતા પર હેત વરસાવા બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા જીલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી
રાજકોટ જીલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણીની એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે દેશ ના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની રાજનીતિ ના પરિદ્રશ્યને બદલી ને વિકાસવાદ ની રાજનીતિને પ્રસ્થાપિત કરી છે. ગરીબ કલ્યાણ યોજનાઓના માધ્યમથી દેશ ના ગામડા, ગરીબ, કિશાન, પીડિત, શોષિત, વંચિત, યુવા અને મહિલાઓના સશક્તિકરણ માટેનું કામ થયું છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ ના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ગ્રામીણ ક્ષેત્રે વિવિધ જનહિતકારી વિકાસ કાર્યોને વેગ મળ્યો છે. જનસુવિધાના વિવિધ પ્રકલ્પોની રાજકોટ જીલ્લાની ગ્રામ્ય જનતાને ભેટ આપવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કેબિનેટ મંત્રી ઓ મંત્રી કુવરજીભાઈ બાવળીયા, ભાનુબેન બાબરીયા કેબિનેટ અને પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ સાંસદ મોહનભાઈ કુંડારિયા રાજ્ય સભા સાંસદ ઓ રામભાઈ મોકરીયા તથા કેસરીદેવસિંહ ઝાલા તેમજ ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા ,જયેશભાઈ રાદડિયા દુર્લભજીભાઈ દેથરીયા ,જીતુભાઈ સોમાણી ,મહેન્દ્રભાઈ પાડલીયા તથા પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા પ્રભારી ધવલભાઈ દવે જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા સહિત સંગઠનના હોદ્દેદારોનો જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી આભાર વ્યક્ત કર્યો હતો.
- Advertisement -