વેરાવળની રેડ ક્રોસ બ્લડ સેન્ટર અને આરોગ્ય ભવન, વેરાવળ ખાતે હાલ કોમ્પોનન્ટ બ્લડ સેન્ટર, ફિઝિયોથેરાપી સેન્ટર અને ડેન્ટલ ક્લિનિક ખુબ સરસ રીતે તેના લોકાર્પણ સમયથી ચાલી રહેલ છે.આ સેન્ટર ઉપર વધુ એક ઉપયોગી સેવા એટલે કે ફાર્મસી શરૂ કરવામાં આવી છે. જયારે અષાઢી બીજના પવિત્ર દિવસે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્રનો વિધિવત પ્રારંભ કરવામાં આવેલ.
આ પ્રસંગે રેડ ક્રોસ ચેરમેન કિરીટ ઉનડકટની સાથે ડો.એસ.એમ.પોપટ, પેથોલોજીસ્ટ ડો.ખેવનાબેન કારાવરીયા, ટ્રેઝરર સમીર ચંદ્રાણી, કમિટીના સભ્યો ગીરીશ ઠક્કર, પરાગ ઉનડકટ, કમલેશ ફોફંડી, ગીરીશ વોરા, સંજય દાવડા, મહેશ શાહ, વિમલ ગજ્જર, ચંદ્રેશ અઢિયા, એન્જિનિયર રાજુભાઇ પટેલ, નારણભાઇ ધારેચા તથા સેન્ટરના સ્ટાફ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. રેડ ક્રોસ – ગીર સોમનાથ દ્વારા પ્રધાન મંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્રનો પ્રારંભ થતાં ગીતાનગર – 1 થી લઇ બાયપાસ અને જલારામ મંદિર રેલવે ફાટક સુધીના વિસ્તારમાં લોકોને સહેલાઈથી અને ખુબજ સસ્તા ભાવે દવાઓ મળી રહેશે.