એમ્સના ન્યુરોલોજી વિભાગનો દાવો: ખરી જીવનશૈલી યાદદાસ્ત ઘટવાની બિમારી 60 ટકા ઘટાડવામાં સક્રિય
અલ્ઝાઈમર અને ડિમેન્શિયા જેવી યાદદાસ્ત નબળી પાડતી બિમારીઓ ખરાબ જીવન શૈલીનાં કારણે નાની વયના લોકોમાં પણ વધવા લાગી છે. અહી જીવન શૈલી યાદદાસ્ત ઓછી થવા જેવી બિમારીઓને 60 ટકા સુધી ઘટાડવામાં સક્ષમ છે.
- Advertisement -
યુવાનીમાં પર્યાપ્ત ઉંઘ, સ્વસ્થ ભોજન કરવાથી વૃદ્ધાવસ્થામાં મેમરી લોસનો ખતરો ઘટી જાય છે.આ વાત એમ્સની ન્યુરોલોજી વિભાગની મુખ્ય પ્રોફેસરે ઈન્ડિયા હેબીટેટ સેન્ટરમાં અલ્ઝાઈમર્સ દિવસના ઉપલક્ષ્યમાં આયોજીત કાર્યક્રમમાં કરી હતી.
ભારતમાં 88 લાખ દર્દીઓ
મંજુરી ત્રિપાઠીએ જણાવ્યું હતું કે દુનિયામાં આ પ્રકારનાં 5.50 કરોડથી વધુ અને ભારતમાં 88 લાખથી વધુ દર્દીઓ છે લક્ષણોમાં યાદદાસ્ત ઘટી જવી વિચારવા નિર્ણય લેવામાં પરેશાની, ભાષા અને દૈનિક ગતિવિધીઓમાં મુશ્કેલી, દિશા અને સમયની સમજ ઓછી થવી સામેલ છે. આ પ્રકારનાં લક્ષણોથી આત્મ વિશ્ર્વાસ ઘટે છે અને તણાવ અને એન્ઝાયરી વધે છે.
ડિમેન્શિયાના દર્દીઓ સાથે દલીલ ન કરો
વડીલોનું ધ્યાન રાખી તેમને સ્પેસ આપવી જોઈએ.સંયુકત પરિવારોમાં પરિસ્થિતિઓ સાથે માનસીક તાલમેલ બેસાડવાની ક્ષમતા વધી હતી પણ વિભકત પરિવારમાં આ ક્ષમતા ઓછી થઈ રહી છે.ડીમેન્શિર્યના દર્દીઓ સાથે દલીલો ન કરવી જોઈએ તેમની માન્યતાઓને સમર્થન આપવુ જોઈએ.
- Advertisement -
મગજના સૌથી મોટા દુશ્મન
પ્રો.ત્રિપાઠીએ જણાવ્યું હતું કે શરાબ અને ધુમ્રપાન માનસીક સ્વાસ્થ્યના સૌથી મોટા દુશ્મન છે. નિયમીત વ્યાયામ, શારીરીક પરિશ્રમ અને ભરપુર નિંદર જરૂરી છે. મગજના સૌથી મોટા દુશ્મન ધુમ્રપાન, શરાબ મગજના સૌથી મોટા દુશ્મન છે. મોબાઈલ ફોન અને સોશ્યલ મિડીયા પણ આમાંથી જોઈને અડીંગો લગાવી રહ્યું છે.