વિસર્જન માટે ખારવાસમાજ દ્રારા બોટની વ્યવસ્થાઓ કરાઇ
ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળમાં ચાર દિવસથી ગણેશ દાદાની મૂર્તિની સ્થાપના કરી તેમની પૂજા અર્ચના આરતી વગેરે તેમજ વિવિધ કાર્યક્રમો નું આયોજન થયું હતું જેમાં અગલે બરસ તું જલ્દી આ નાદ સાથે, ભીની આંખે અને ગણપતિ બાપા ના ગગનભેદી નાદ સાથે વેરાવળના રાજમાર્ગો પર 400 થી વધારે ગણપતિ મૂર્તિઓની વિસર્જન યાત્રા ડીજેના તાલે અબીલ ગુલાલની છોડો ઉડાડતા નાચતા ગાતા બંદરે ભીની આંખે દુંદાળા દેવનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
- Advertisement -
વેરાવળમાં ભવ્ય વિસર્જન યાત્રા નીકળી હતી વેરાવળમાં વિવિધ સોસાયટીઓમાં ચાર દિવસ સુધી ભગવાન ગણેશની સ્થાપના કરી તેમની પૂજા આરતી થાળ તેમજ વિવિધ કાર્યક્રમો જેમાં સત્યનારાયણની પૂજા સહિતના કાર્યક્રમો યોજ્યા હતા અને આ વિસર્જન યાત્રા ટાવર ચોક ખાતે જીતુભાઇ તથા કિશોર કુહાડા એ શીલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. સોમનાથ ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા તરફથી પણ ટાવરચોકે ઠંડાપીણાની વ્યવસ્થાઓ તેમજ પુષ્પવષાઁ નો કાયઁક્રમ રખાયો હતો .ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પણ દરેક સંસ્થાઓને આવકાર્યા હતા . ડીજેના તાલે ,બહેનોના રાસગરબા ,અબીલ ગુલાલની છોળો સાથે સમગ્ર વાતાવરણ ગણેશમય બન્યુ હતુ .કોઇ અનીચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો પણ ઠેરઠેર ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરાયો હતો .બાદમાં બંદર જેટી પર ખારવા સમાજ દ્વારા તમામ ગણપતિ ઓનું નાની હોડી, તરાપા રાખી દરિયાની મધ્યમાં જઈ વિસર્જન કરવાની વ્યવસ્થા રાખવામાં આવી હતી .