ધારાસભ્ય હીરાભાઇ સોલંકીની મહેનત રંગ લાવી અને વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા, તા.18
રાજુલા – જાફરાબાદ નગરપાલિકાની ચૂંટણીને લઇ આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. રાજુલા નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી પ્રાંત કચેરી ખાતે યોજવામાં આવી હતી. અને સવારે 9 કલાકે ગણતરી શરૂ કરાઇ હતી. જેમા રાજુલા નગરપાલિકાની ચૂંટણીમાં સાતેસાત વોર્ડમાં ભાજપ પેનલનો ભવ્ય વિજય થયો હતો. અને ભાજપે કુલ 28 બેઠક પર કબજો કર્યો છે. જોકે કોંગ્રેસ અને આપનો સફાયો થયો હતો. અને એકપણ બેઠક કોંગ્રેસ તથા આપને મળી ન હતી. રાજુલા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ ભગલો લહેરાતા આગેવાનો અને કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અને ભાજપની ભવ્ય જીત બદલ માર્કેટીંગ યાર્ડ ખાતે ફટાફોડી અને ઢોલ નગારાના તાલ સાથે મોં મીઠું કરાવી જીતની ખુશીઓ મનાવવામાં આવી હતી. રાજુલા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે કુલ ચાર ઉમેદવારોની પેનલમાં 28 ઉમેદવારોએ પેનલ વાઇસ 41,755 મત પ્રાપ્ત કર્યા હતા. તેમજ કુલ 16,445 મતદારોએ ચાર મતનો ઉપયોગ કરી મતદાન કરેલ હતું. જેમાથી 41,755 મત સાત વોર્ડમાથી ભાજપના વિજેતા ઉમેદવારોને મેળવ્યાં હતાં. બીજીતરફ જાફરાબાદ નગરપાલિકાની ચૂંટણીમાં અગાઉ 16 બેઠક બીનહરીફ થઈ હતી. અને 12 બેઠક માટે ચુંટણી યોજાઈ હતી. જેમા 12 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થયો હતો. અને જાફરાબાદ પાલીકામા પણ ભારતીય જનતા પાર્ટીનો કેસરીયો લહેરાયો છે. અને 28 માંથી 28 બેઠક પર જ્વલંત વિજય મેળવ્યો હતો. આખરે ધારાસભ્ય હીરાભાઇ સોલંકીની મહેનત રંગી લાવી અને રાજુલા- જાફરાબાદના વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા.