વંથલી મુકામે આજે ભાજપનો ભરતી મેળો યોજાયો
માણાવદરના પૂર્વ MLA લાડાણી ભાજપમાં જોડાયા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14
જૂનાગઢ દેશમાં આગામી લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ એક પછી એક કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાયને કેસરિયો ધારણ કરી રહ્યા છે આજે વંથલી માર્કેટિંગ યાર્ડ ખાતે કાર્યકર્તા સંમેલનમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં અનેક કોંગી આગેવાનો અને આપના આગેવાનો ભાજપમાં જોડ્યા હતા જેમાં થોડા દિવસ અગાઉ કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ રાજીનામુ આપ્યું હતું તે પણ આજે તેના વિશાળ ટેકેદારો સાથે ભાજપમાં જોડાયા હતા.
વંથલીના માર્કેટિંગ યાર્ડમાં ભાજપનું એક કાર્યકર્તા સંમેલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા તમામ જોડાયેલ આગેવાનો અને કાર્યકરોને ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા જેમાં કોંગી પૂર્વ ધારાસભ્ય લાડાણી અને જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્ય ધર્મિષ્ઠાબેન કમાણી, તાલુકા પંચાયત કેશોદના સભ્યો અને કોંગ્રેસના આગેવાનોએ ભગવો ધારણ કર્યો હતો તેની સાથે ગત વિધાનસભામાં આમ આદમી પાર્ટી માંથી ધારાસભ્યની ચૂંટણી લડેલ ચેતન ગજેરાએ પણ ઘર વાપસી કરી હતી અને તેની સાથે અનેક આપ પાર્ટીના આગેવાનો કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.
- Advertisement -
આ કાર્યકર્તા સંમેલનમાં ભાજપના આગેવાનો અને સાંસદ રાજેશ ચુડાસમા, મેયર ગીતાબેન પરમાર, જૂનાગઢ ધારાસભ્ય સંજય કોરડીયા, ભાગવાનજી કરગઠીયા, વિસાવદરના પુર્વે ધારાસભ્ય હર્ષદ રીબડીયા, ભુપત ભાયાણી, જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુંમર, પુર્વે ધારાસભ્યો, પુર્વે સાંસદ હરીભાઇ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહીને ભાજપમાં જોડાયેલ આગેવાનો અને કાર્યકરોને આવકાર્યા હતા.
પૂર્વ ભાજપ કેબિનેટ મંત્રી જવાહરભાઈની સૂચક ગેરહાજરી
માણાવદરના પૂર્વ ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા છેલ્લા ઘણા સમયથી પાર્ટીના કે સરકારી કાર્યક્રમોમાં સૂચક ગેરહાજરી જોવા મળે છે.ત્યારે આજે પણ વંથલી માર્કેટિંગ યાર્ડ ખાતે મળેલ ભાજપ કાર્યકર્તા સંમેલનમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિત હોઈ ત્યારે તેમની ગેર હાજરી જોવા મળતા ભાજપ આગેવાનો અને કાર્યકરોમાં ગણગણાટ જોવા મળ્યો હતો એક તરફ ગુજરાતની 26 બેઠકો 5 લાખની લીડથી જીતની નેમ સાથે ભાજપ આગળ વધી રહ્યું છે એવા સમયે માણાવદરના દિગજ્જ નેતા જવાહરભાઈ ચાવડા ઉપસ્થિત નહિ રહેતા અનેક તર્ક વિતર્ક શરુ થયા છે અને સોરઠ પંથકના રાજકારણમાં ગણગણાટ શરુ થયો છે.