આશરે 38% અમેરિકન પુખ્તો કોઈને કોઈ રૂપમાં આયુર્વેદ સહિતની અમુક પ્રકારની પૂરક અને વૈકલ્પિક ઉપચાર પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. આ માટે તેઓ ઘણી મોટી રકમ ચૂકવે છે, તો શું તેઓ એમ જ આ દવાઓ, આ સારવાર લીધે રાખતા હશે? શા માટે તેઓ તેમની દાયકાઓ જૂની વિશ્વ પ્રસિદ્ધ જીવનશૈલીમાં બદલાવ લાવી રહ્યા છે? આપણી સારવારની ગહન અસરોનો તેમને જે અનુભવ થઈ રહ્યો છે તેને શું કેવળ એક ભ્રમ ઠેરવી શકાય એમ છે? શું એમ કહેવું વ્યાજબી છે કે તેમને જે લાભ થયો તે તો કાઈ ના કર્યું હોત તો પણ કુદરતી રીતે થાત?!?
પ્રાચીન સંસ્કૃતિઓમાં પરંપરાગત જડીબુટ્ટીઓ અને ઔષધોના જ્ઞાનનો ફેલાવો મુખોપમુખ થયો હતો. આયુર્વેદ પાસે ઉપચાર અંગેનું દસ્તાવેજી સાહિત્ય છે એટલે તે એમ ના કહી શકે કે આ દેશમાં કે સંપૂર્ણ વિશ્વમાં ચિકિત્સા બાબતે કોઈને કાઈ ખબર જ નહોતી. આજે પણ આપણા દેશમાં મહારાષ્ટ્ર ઝારખંડ મધ્યપ્રદેશ ગુજરાત અને આસામના અમુક ચોક્કસ વિસ્તારના આદિવાસીઓ ઔષધ અને ઉપચાર બાબતે એવું અદભૂત જ્ઞાન ધરાવે છે કે તેમની સામે હાઇલી કવોલીફાઇડ આયુર્વેદ તબીબ વામણા પુરવાર થાય. ગ્રીક ઇજિપ્ત પાસે પણ પોતાની સમૃદ્ધ સ્વાસ્થ્ય પરંપરા હતી. એક વાત આયુર્વેદના આવિર્ભાવની રીત અને તેના સમયગાળા ઉપરાંત તેના ક્રમિક વિકાસના સમયગાળાની સચ્ચાઈને સમજવાની પણ રહે છે. ખેર, સે મુદ્દે ફરી ક્યારેક વિસ્તૃત ચર્ચા કરીશું. અત્યાર સુધી જે તથ્યો આપણી સામે આવ્યા છે તે મુજબ આયુર્વેદ મૌખિક પ્રસાર અને લેખિત ગ્રંથો દ્વારા પેઢીઓની પેઢીઓમાં ફેલાયું હતું. આયુર્વેદ માનવ શરીરનો અભ્યાસ તેની સમગ્રતામાં કરે છે, અને મને આજે એ વિચાર આવે છે કે આવો ીહિફિં તભશયક્ષશિંરશભ ફિિંંશિીંમ કેવી રીતે? એક અત્યંત તાર્કિક પ્રશ્ન એ છે કે અગર ને હજજારો વર્ષ પહેલાં શરીર અને સ્વાસ્થ્ય બાબતે આપણી પાસે આટલું પરિપૂર્ણ વિજ્ઞાન હતું તો, તે સમયે ભૌતિક વિજ્ઞાન અને ઊર્જાના સિદ્ધાંતો આપણે સારી રીતે જાણતા હોવા છતાં આપણી પાસે સારી વાહન વ્યવસ્થા કેમ ન્હોતી? ખગોળ આકાશ અંતરિક્ષ ભૂસ્તર વિગેરે અનેક શાસ્ત્રોમાં આપણી પાસે અદભૂત જ્ઞાન હોવા છતાં કેમ તે સમયે અન્ય ગ્રહની યાત્રાનો કોઈને વિચાર ન્હોતો આવ્યો? કેમ આપણી પાસે સારા માર્ગ ન હતા? આવા તો અનેક પ્રશ્નો છે. જોકે આપણે એટલો ચોક્કસ સ્વીકાર કરવો જોઈએ, તે માટે ગર્વ લેવું જોઈએ કે આયુર્વેદ પાસે સ્વાસ્થ્ય બાબતે જે દૃષ્ટિકોણ છે તે ખરેખર જ અતી વિચક્ષણ છે.
આયુર્વેદ ચોક્કસ બિમારીઓની સારવાર માટે ઔષધ રૂપે કુદરતી વનસ્પતિઓનો ઉપયોગ કરે છે. એવું પણ કહેવામાં આવે છે કે ભારતમાં આયુર્વેદિક દવા 5000 વર્ષ કરતા વધુ સમયથી પ્રચલિત છે, જોકે આયુર્વેદ પદ્ધતિ બાબતે વિસ્તૃત છણાવટ કરતા તેને પ્રાચીન ગ્રંથો 3600 થી 3900 વર્ષ જેટલા પ્રાચીન હોવાનો સંનિષ્ઠ સંશોધકોનો અભિપ્રાય છે.
દેશી જડીબુટ્ટીઓ અને આયુર્વેદિક દવાઓના કાર્યપ્રણાલીને ઊંડાણથી સમજવાના પશ્ર્ચિમના પ્રયાસો આવનારા સમયમાં સ્વાસ્થ્ય ક્ષેત્રે નવા પરિમાણો પેદા કરશે
- Advertisement -
ઔષધોની વૈજ્ઞાનિકતાને સમજવાના પ્રયાસો દાયકાઓ બાદ આપણને પ્રકૃતિના અદભૂત નિર્માણ કૌશલ્યનો પરિચય આપશે
અશ્ર્વગંધરિષ્ટ મુખ્યત્વે ડિપ્રેશન, એપિલેપ્સી અને અજંપા જેવી માનસિક સમસ્યાઓના નિવારણ માટે જાણીતું છે
આયુર્વેદ સહિતની દવાઓના ઐતિહાસિક ઉપયોગ ઉપરાંત પરંપરાગત દવા હજુ પણ વિશ્વના કેટલાક ભાગોમાં ચલણમાં છે. છેલ્લા કેટલાક દાયકાઓ દરમિયાન ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં જેને વૈકલ્પિક ચિકિત્સા કહેવામાં આવે છે તે પદ્ધતિઓ ઘણું કાંઠું કાઢ્યું છે. પશ્ચિમી ચિકિત્સકો વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિને ગમ્મે એટલા જુસ્સાથી અવૈજ્ઞાનિક ઠેરવે તો પણ એક અમીટ સત્ય એ છે કે આ વૈકલ્પિક સારવાર કેવી રીતે કામ કરે છે તે જાણવા સમજવા અને અપનાવવા સો કોલ્ડ મોડર્ન ડોકટર દાયકાઓથી ઉત્સુક રહ્યાં છે. એ જ રીતે આયુર્વેદ વૈદ્યો પ્રાકૃતિક ચિકિત્સા બાબતે ગમ્મે એટલું એલફેલ બોલે તો સત્ય એ છે કે તેઓ પ્રાકૃતિક ચિકિત્સાની ઔષધાહીન સારવારના ઉજ્વળ પરિણામોથી દિગ્મૂઢ છે. આ જ કારણ થી તેઓ હવે એલોપેથ તબીબો કરતા પ્રાકૃતિક ચિકિત્સકો પર વધુ ખફા હોય છે. પરંતુ જો આપણે આપણા પ્રાચીન જ્ઞાન પાછળ વિજ્ઞાનને યોગ્ય રીતે સમજીએ તો વિશ્ર્વ સમક્ષ વિજ્ઞાનની એક નવી પરિભાષામાં અધિકૃત દસ્તાવેજના રૂપમાં મૂકી શકીએ. આપણું કામ સરળ કરવા માટે આજે આપણી પાસે અનેક ટેક્નોલોજી ઉપલબ્ધ છે. અગાઉના વર્ષોમાં વૈજ્ઞાનિકોએ આપણા પ્રાચીન ગ્રંથોમાં સૂચવેલા ઔષધીય ગુણધર્મો માટે હળદર અને અશ્વગંધરિષ્ટ જેવી જડીબુટ્ટીઓનો અભ્યાસ કર્યો છે. અશ્વગંધરિષ્ટ મુખ્યત્વે ડિપ્રેશન, એપિલેપ્સી અને અજંપા જેવી માનસિક સમસ્યાઓ માટે જાણીતું છે. પશ્ચિમી વૈજ્ઞાનિકોએ અશ્વગંધાની કાર્ય પ્રણાલીના અભ્યાસના ભાગ રૂપે લીવર પરની તેની અસરો ઉપર પણ વ્યાપક પ્રયોગો અને સંશોધન કર્યાં છે. તેમનો નિષ્કર્ષ એવો છે કે તે કોષીય સ્તરના બગાડ પર પણ ઘણું સારું કામ કરે છે. તેઓનો અભ્યાસ દર્શાવે છે કે અશ્વગંધારિષ્ટનું સેવન પ્રાકૃતિક ફક્ષશિં જ્ઞડ્ઢશમશતફશિંજ્ઞક્ષ પ્રવૃત્તિઓ પર ચોક્કસ પ્રકારનો પ્રભાવ પેદા કરી વૃદ્ધત્વ ટાળવા સાથે લીવરની કેટલીક ગંભીર બીમારીઓમાં ઉપયોગી નીવડી શકે છે.
- Advertisement -
પશ્ર્ચિમી વૈજ્ઞાનિકોએ અશ્ર્વગંધાની કાર્ય પ્રણાલીના અભ્યાસના ભાગ રૂપે લીવર પરની તેની અસરો ઉપર પણ વ્યાપક પ્રયોગો અને સંશોધન કર્યાં છે, તેમનો નિષ્કર્ષ એવો છે કે તે કોષીય સ્તરના બગાડ પર પણ ઘણું સારું કામ કરે છે
હળદર શરીરમાં દાગ, દાહ અને આંતરડાના તમામ રોગો પર સકારાત્મક અસર કરે છે, તે શરીરના દુ:ખાવામાં પણ રાહત આપે છે
હળદળના દાહ વિરોધી ગુણધર્મો માટે વ્યાપક અભ્યાસ કરવામાં આવ્યો છે. કોશીય સ્તરનો દાહ, આંતરડાના શક્ષરહફળળફજ્ઞિિું બજ્ઞૂયહ મશતજ્ઞમિયિ (ઈંઇઉ) સાથે સંકળાયેલા બે જનીન ભિન્નતાઓ સામે હળદરના તત્વોની ઈન વિટ્રો અસરો પર ગહન અભ્યાસ થયો છે. તેમના પરિણામો સૂચવે છે કે હળદર, ઈંઇઉ ગંભીરતા સાથે જોડાયેલા બે પ્રકારના જનીન ચલોને સકારાત્મક રીતે અસર કરી શકે છે. અભ્યાસ એ પણ થયો છે કે શું હળદરમાં ડિસ્કોજેનિક પીઠના દુખાવા સંબંધિત દાહ વિરોધી અને એન્ટિ-કેટાબોલિક પ્રવૃત્તિ હોઈ શકે છે. તેમનો છઝ-ઙિઈછ ડેટા પ્રોઇન્ફ્લેમેટરી સાયટોકાઇન્સનું ડાઉન રેગ્યુલેશન
સૂચવે છે.
જોકે હળદર વિટ્રોમાં બળતરા વિરોધી ગુણધર્મો દર્શાવે છે, વધુ વિવો અને ક્લિનિકલ અભ્યાસમાં ઈંઇઉ અથવા ડિસ્કોજેનિક પીઠના દુખાવાથી પીડાતા લોકો માટે વૈકલ્પિક સારવાર તરીકે હળદરની અસરોને સંપૂર્ણ રીતે સમજવા અને માન્ય કરવા જરૂરી છે.
ઘણા અભ્યાસો આયુર્વેદિક પદ્ધતિમાં સૂચવેલ વનસ્પતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમાં આયુર્વેદના ઘણા પાસાઓનો અભ્યાસ થયો છે અને હજુ અત્યારે પણ થઈ રહ્યો છે.
વિદેશના વિચક્ષણ સંશોધકોને આયુર્વેદના ત્રિદોષના સિદ્ધાંતોમાં ઊંડો રસ લઈ રહ્યા છે. આ પ્રકૃતિ જેને વાત, પિત્ત અને કફમાં વિભાજિત કરવામાં આવી છે તે શરીરના કુદરતી બંધારણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ બંધારણ જ એ સુનિશ્ચિત કરે છે કે જે તે વ્યક્તિ વાતાવરણ, જીવનશૈલી અને વિવિધ રોગો પ્રત્યે કેવો પ્રતિભાવ આપશે. અભ્યાસ એ પણ થયો હતો કે શું આનુવંશિકતા નિર્ધારણમાં કોઈ ભૂમિકા ભજવે છે કે નહી.
અમુક માછલીનું તેલ, હળદર અથવા બીજા સંયોજનો આપણા સ્વાસ્થ્ય માટે કેવી રીતે ફાયદાકારક હોઈ શકે છે તે વિશે આપણે ઘણી વાતો સાંભળીએ છીએ. આપણે આપણા સ્થાનિક કરિયાણાની દુકાન પરથી આવી કુદરતી વસ્તુઓની એક બોટલ ખરીદીએ છીએ અને મહિનાઓની નિરાશા પછી આપણે આ સંશોધન પાછળના વિજ્ઞાનની માન્યતા પર પ્રશ્ન કરીએ છીએ. સંભવ છે કે હાથ ધરવામાં આવેલ સંશોધન માત્ર વિટ્રોમાં અથવા વિવો મોડલની શરૂઆતમાં જ હતું અને તે સંયોજનના પ્રચંડ જથ્થાનો ઉપયોગ કરવા પર જ મૂલ્યવાન પરિણામો દર્શાવે છે. આવા પરિણામો પ્રારંભિક હોય છે અને વિવો અભ્યાસમાં વધુ અને કદાચ ક્લિનિકલ ટ્રાયલ્સ સાથે વધુ સમર્થનની જરૂર હોય છે. લોકપ્રિય મીડિયા આ વિગતોને ભૂલી શકે છે. અસાધારણ હોવા છતાં, એ પણ શક્ય છે કે હર્બલ સપ્લિમેન્ટ્સની ગુણવત્તા અને શક્તિ સમાન હોઈ શકે છે. ડીએનએ બારકોડિંગનો ઉપયોગ તાજેતરમાં હર્બલ ઉત્પાદનોની અધિકૃતતા ચકાસવા માટે કરવામાં આવ્યો હતો, જે દર્શાવે છે કે મોટાભાગના પરીક્ષણ કરાયેલ હર્બલ ઉત્પાદનો નબળી ગુણવત્તાના હતા, ઉત્પાદન અવેજી, દૂષિતતા અને ફિલર હતા. ગુણવત્તાયુક્ત ઉત્પાદનો વિના આપણે ઇચ્છિત લાંબા ગાળાની અસરોના પરિણામ મેળવી શકતા નથી.
આજની તારીખે આપણે જડીબુટ્ટીઓમાં જોવા મળતા રાસાયણિક સંયોજનોની જટિલતાઓને સમજવાનો પ્રયાસ કરીએ છીએ, તે આપણા શરીર સાથે કેવી રીતે ક્રિયાપ્રતિક્રિયા કરે છે અને આપણે કેવી રીતે બદલામાં, આનુવંશિક રીતે તેમના પર પ્રતિક્રિયા કરવાની સંભાવના ધરાવીએ છીએ. જે આપણને એકબીજાથી અલગ બનાવે છે તે જ આપણી આનુવંશિકતા છે અને જેમ આપણે સમજી ગયા છીએ કે તમામ પશ્ર્ચિમી દવાઓ સમાન રીતે બનાવવામાં આવી નથી, તેમ આપણે ચોકસાઇ અથવા વ્યક્તિગત દવાના ક્ષેત્રમાં પ્રવેશવું પડશે. રસપ્રદ વાત એ છે કે, આયુર્વેદ તેના ઔષધિઓ અને પ્રકૃતિ વિશેના જ્ઞાન સાથે તેનું સમર્થન કરતું કેટલાક માન્ય વિજ્ઞાન હોઈ શકે છે. અદ્ભુત વાત એ છે કે આપણી પાસે આ જ્ઞાન પહેલાથી જ હતું, અને હવે આપણે આધુનિક વિજ્ઞાનને પ્રાચીન પરંપરાગત દવાઓ સાથે સંરેખિત કરવાનું શરૂ કરી રહ્યા છીએ.