માણાવદરમાં ત્રણ પ્રસુતાના મોત મામલે તપાસ સમિતીનો રિપોર્ટ
આગળની તપાસ ગુજરાત મેડિકલ કાઉન્સિલ કરશે
ખાસ-ખબર સંવાદદાતા
માણાવદરની ટ્યુલીપ હોસ્પિટલમાં એક જ સપ્તાહમાં ત્રણ પ્રસ્તુતાના મોત થયાના મામલે તપાસ સમિતીએ રિપોર્ટ જાહેર કર્યો હતો. જેમાં જો સમયસર સર્ગભા માતાને અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હોત તો આ બનાવ ટાળી શકાયો હોત. ત્યારે રિપોર્ટમાં માણાવદરની ટ્યુલિપ હોસ્પિટલના તબીબની બેદરકારી છે. તેવા રિપોર્ટ સાથે તપાસ સમિતીએ ગુજરાત મેડિકલ કાઉન્સીલને રિપોર્ટ કર્યો છે.
માણાવદરની ટ્યુલિપહોસ્પિટલમાં ગત તા.10 ઓકટોબરથી તા.16 ઓકટોબર સુધીમાં ડીલેવરી કરનાર જીંજરી ગામની ધિર્મિષ્ઠાબેન રાજગીરી મેઘનાથી, કોઠારીયા ગામની વૈશાલીભાઇ ડવના એક જ સપ્તાહમાં મોત થયા હતા. જે અંગે તેમના પરિવારજનોએ હોસ્પિટલના ડો.જયદીપ ભાટુ, ડો.દિશાબેન ભાટુની બેદરકારીના લીધે ત્રણેય પ્રસુતાના મોત થયાનો આક્ષેપ કરવામાં આવતા પોલીસે તપાસ કરીને જિલ્લા આરોગ્ય વિભાગને મોકલી આપેલ હતો. ત્યાર બાદ આ ગંભીર ઘટના અંગે જિલ્લા કલેકચટર દ્વારા જિલ્લા માતા મરણ તપાસ સમિતિની રચના કરીને તપાસ શરૂ કરવામાં આવી હતી. જયારે પ્રાથમિક અહેવાલ પ્રમાણે સમિતિનું એવુ તારણ થાય છે કે, જે અન્વયે આગળની કાર્યવાહી કરવાની સત્તા ગુજરાત મેડીકલ કાઉન્સિલને લગત હોય તેના અઘ્યક્ષને રીપોર્ટ કરેલ છે.