ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જિલ્લામાં આવતા અને અંદાજીત 20 હજાર વસ્તી ધરાવતી માળિયા મીંયાણા નગરપાલિકા જાહેર થયાના 17 વર્ષ થયા છતાં પ્રાથમિક સુવિધા માટે પ્રજા વલખા મારી રહી છે. લોકોને લાઈટ, પાણી, રોડ રસ્તા અને સફાઈ સહિતની પ્રાથમિક સુવિધાઓ આજ દિન સુધી તંત્ર પૂરું પાડી શક્યું નથી ત્યારે માળિયા તાલુકાની પ્રાથમિક સુવિધા માટેની 15 માંગોને લઈને સામાજીક કાર્યકર જુલ્ફીકાર સંધવાણી દ્વારા આમરણાંત ઉપવાસ આંદોલન શરુ કરવામાં આવ્યું હતું જે ઉપવાસ આંદોલનના સમર્થનમાં માળિયા શહેરના તમામ વેપારીઓએ પોતાના વેપાર ધંધા બંધ રાખીને સજ્જડ બંધ પાળ્યો હતો તેમજ આંદોલનના આઠમા દિવસે મામલતદારે નમતું જોખતા સામાજીક કાર્યકરે પણ પારણાં કર્યા હતા અને ઉપવાસ આંદોલન સમેટાયુ હતું.