આ બ્લડ ગ્રુપનું નામ છે EMM નેગેટિવ, રક્તમાં હાઈ ફ્રિકવન્સી એન્ટીજનની અછત હોવાથી રંગ સોના જેવો બને છે
ખાસ-ખબર સંવાદદાતા
અત્યાર સુધી આપણે અ,ઇ,ઘ અને અઇ ચાર પ્રકારના બ્લડ ગ્રુપ વિશે સાંભળ્યુ હશે. પરંતુ દેશમાં એક એવા બ્લડ ગ્રુપની ઓળખ થઈ છે તે અત્યંત દુર્લભ છે.
- Advertisement -
આ બ્લડ ગ્રુપનું નામ છે ઈએમએમ નેગેટિવ ગ્રુપ. ચોંકાવનારી હકીકત તો એ છે કે આ શખ્સ ગુજરાતના છે. 65 વર્ષીય ગુજરાતી શખ્સમાં આ બ્લડ ગ્રુપ મળી આવ્યુ છે.
દુર્લભ બ્લડ ગ્રુપનો ભારતનો આ પહેલો કિસ્સો છે, જ્યારે સમગ્ર દુનિયામાં રક્તવાળા 10 લોકો જ છે. વ્યક્તિના શરીરમાં કુલ 42 પ્રકારના અલગ અલગ બ્લડ સિસ્ટમ હાજર રહોય છે. ગુજરાતના શખ્સમાં જે ઊખખ ગયલફશિંદય મળ્યુ છે, તે દુનિયાનું 42મું બ્લડ ગ્રુપ માનવામાં આવે છે. એક્સપર્ટસની માનીએ તો, આ બ્લડ ગ્રુપ એ લોકોમાં જોવા મળે છે, જેમાં ઈએમએમ હાઈ ફ્રિકવન્સી એન્ટીજનની અછત મળી આવે છે. ઊખખ બ્લડ ગ્રુપવાળા શખ્સ ન તો કોઈને રક્તદાન કરી શકે છે, ન તો કોઈનું રક્ત લઈ શકે છે. જે વ્યક્તિમાં આ બ્લડ ગ્રુપ મળી આવ્યુ છે તે રાજકોટની છે.
જેમની આ બ્લડ ગ્રુપની ઓળખ સુરતમાં થઈ. સુરતના સમર્પણ બ્લડ ડોનેશન સેન્ટરના ફિઝિશિયન ડોક્ટર સન્મુખ જોશનીએ કહ્યુ કે, 65 વર્ષીય વૃદ્ધને હાર્ટ એટેક આવ્યો હતો. તેમના લોહીની તપાસ કરતા આ રેર બ્લડ ગ્રૂપ મળી
આવ્યુ છે.
પહેલીવાર ક્યારે મળ્યું
ગોલ્ડન બ્લડ પહેલીવાર 1961 માં તપાસમાં સામે આવ્યુ હતું. એક ઓસ્ટ્રેલિયન મહિલાના ગર્ભવતી દરમિયાન તેના ગોલ્ડન કલરના રક્ત વિશે જાણવા મળ્યુ હતું. ડોક્ટરને લાગ્યુ હતું કે, Rh-Mullને કારણે તેનુ બાળક પેટમાં જ મરી જશે.