5 લાખ સામે 8.50 લાખ માંગી મારી નાખવાની આપેલી ધમકી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.9
રાજકોટમાં વ્યાજખોરીનું દૂષણ ડામવા પોલીસ લોકદરબાર કરી રહી છે પરંતુ તેમ છતાં વ્યાજખોરો બેફામ પોતાની દુકાન ચલાવી રહ્યા છે મૂળ પશ્ચિમ બંગાળના અને હાલ ભગવતીપરામાં રહેતા શેખ શરીફઅલી અરઅલીએ મૂળજી સિંધાભાઈ મૂંધવા તેના પુત્ર નીલેશ અને ગોકળ ઉર્ફે ગોકો સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
- Advertisement -
ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતાને ઇમિટેશનનો ધંધો કરવો હોય મકાન ભાડે રાખવા પોણા બે વર્ષ પૂર્વે આર્યનગરમાં મૂળજીભાઈનું મકાન 25 હજાર લેખે ભાડે રાખ્યું હતું તેણે રૂપિયાની જરૂર હોય તો કહેજો તેમ કહ્યું હોય મારે ધંધામાં રૂપિયાની જરૂર હોય મે 2 લાખ 10 ટકે લીધા હતા તેનું 20 હજાર વ્યાજ કાપી 1.80 લાખ આપ્યા હતા અને હું વ્યાજ તથા ભાડું મળી 55 હજાર ભરતો હતો તે પછી ફરી પૈસાની જરૂર હોય તો કહેજે ઓછા વ્યાજે આપીશ તેમ કહેતા વધુ 3 લાખ 6 ટકે લીધા હતા જેનું વ્યાજ કાપી 2.82 લાખ આપ્યા હતા ત્યાર બાદ તેણે બે ચેક લીધા હતા અને 5 લાખનું હવે 6 ટકા વ્યાજ આપવું પડશે તેમ કહ્યું હતું ક્યારેક હપ્તો કે વ્યાજ ભરવામાં મોળું થાય તો ગોકો ફોન કરી ઉઘરાણી કરતો હતો તે પછી મે ડિસેમ્બર 2024 સુધી ભાડું અને વ્યાજ ભર્યું હતું તે પછી આર્યનગરમાં માથાકૂટ થતાં મારા કારીગરો ભાગી ગયા હોય જેથી મે મકાન ખાલી કરવાની વાત કરતાં મૂળજીભાઈએ તું પુત્ર નીલેશ સાથે વાત કરી લેજે તેમ કહેતા હું તેની હોટલે વાત કરવા જતાં નિલેશે ઉપર રૂમમાં આવ તેમ વાત કરતાં મે ઉપર જવાની ના પાડતા ફડાકો મારી ઉપર રૂમમાં લઈ જઈ તે વ્યાજે લીધેલા 5 લાખના 8.50 લાખ આપ તો જ મકાન ખાલી કરવા દઇશ જો પૈસા નહિ આપે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.