ઇકોઝોન નાબૂદ કરવા ભાજપ – કૉંગ્રેસ – આમ આદમી પાર્ટી ભાઈ – ભાઈ
સૌરાષ્ટ્રના જે ગામો ઇકોઝોન સમાવિષ્ટ થતાનું નોટિફિકેશન જાહેર થતા ઠેર-ઠેર વિરોધના સૂર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.5
સૌરાષ્ટ્રની ભૂમિ પર્યાવરણ દ્રષ્ટિએ ખુબ મહત્વની ભૂમિકા જોવા મળે છે.જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ સાથે અમરેલી જિલ્લો ગીર જંગલ વિસ્તાર સાથે જોડાયેલ છે ત્યારે ગીરના સિંહો સહીત વન્ય પ્રાણીઓ સૌરાષ્ટ્રના અનેક ગ્રામ્ય વિસ્તાર સાથે જોડાયેલ છે અને ખુબ મોટા પ્રમાણમાં વસવાટ કરે છે એ સમયે વન્ય પ્રાણીના જતન સાથે પર્યાવરણની જાળવણી મુદ્દે સરકાર દ્વારા ઇકો સેન્સેટિવ ઝોન બાબતે નોટિફિકેશન જાહરે કરતા ઠેર ઠેર તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ વિરોધના સુર ઉઠવા પામ્યા છે.જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહીતના નેતાઓ ઇકો સેન્સેટિવ ઝોન નાબૂદ કરવા જોરશોરથી મેદાનમાં ઉતરી ગયા છે.અને વિરોધ કરી રહ્યા છે.
ઇકો સેન્સટીવ ઝોન નાબુદી માટે હવે નવરાત્રીમાં પણ અનોખો વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે વિસાવદર તાલુકાના લીમધ્રા, હરીપુર અને ખાંભા ગામોમાં નવરાત્રી ગરબાના આયોજનમાં નાની બાળાઓએ ગરબે ઘૂમીને હાથમાં ઇકોઝોન નાબૂદ કરોના બેનરો સાથે અનોખો વિરોધ નોંધાવ્યો હતો અને ઇકોઝોન નાબૂદ કરો સાથે રાસ રમી પ્રતીકાત્મક વિરોધ નોંધાવ્યો હતો.તેની સાથે હે અંબે માં ઇકોઝોન નાબૂદ કરવા સરકારને સદ્બુદ્ધિ આપો આવા બેનરો સાથે આ ગામોમાં નવરાત્રિનું આયોજન થયું હતું.ત્યારે હવે ઇકોઝોન નાબૂદ કરવા ગ્રામ્ય લેવલ સુધી વિરોધના સુર ઉઠવા પામ્યા છે.
સૌરાષ્ટ્રના ગીર બોર્ડર વિસ્તારના જે ગામોમાં ઇકો સેન્સેટિવ ઝોન લાગુ થવાનું નોટિફિકેશન જાહેર થયું છે તેમાં વન વિભાગ દ્વારા ઇકોઝોન લાગુ થવાના શું શું ફાયદા છે તેના વિષે વિસ્તૃત માહિતી સાથે લોકોને માહિતગાર કરવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેમાં ગુજરાત રાજ્યનો સૌરાષ્ટ્ર વિસ્તાર, દેશના ગૌરવ સમા એશિયાઇ સિંહોનું એક માત્ર નિવાસ સ્થાન છે. તે બાબતે સૌરાષ્ટ્રના લોકો ગૌરવ અનુભવે છે. એવા એશિયાઇ સિંહના સંવર્ધન અને સંરક્ષણમાં અહીંના સ્થાનિક તમામ લોકોનો પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે સહયોગ રહ્યો છે. તે માટે ગીરનું જંગલ અને તેમાં વસતા વન્યપ્રાણીઓ ગીરની આસપાસ રહેનારા લોકોને આભારી છે. અહીંની સમૃઘ્ધ ખેતી તથા બાગાયતી પાકોની સમૃઘ્ધિ પણ ગીર જંગલ પર નિર્ભર છે. ગીર જંગલમાંથી નીકળતી અને આ વિસ્તારમાંથી પસાર થતી નદીઓના કારણે ગીરના આસપાસના વિસ્તારોમાં પાણીનાતળ બીજા વિસ્તારની સરખામણીમાં ઉંચા રહે છે. ગીર જંગલના કારણે તેની આસપાસના ધાસીયા મેદાનોમાં થતુ પોષણયુક્ત ઘાસ પશુપાલકો-માલધારીઓના માલ ઢોર માટે એક ઉત્તમ આહાર પુરો પાડે છે.
આ ઉપરાંત વનતંત્રએ કહ્યુ છે કે ગીરનો ઇકો સેન્સેટીવઝોન ટલ્લે ચડી રહ્યો છે. જેના કારણે સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ અભયારણ્ય નજીક ઇકો સેન્સેટીવ ઝોન લાગુ ન થયો હોય તે વિસ્તારમાં 10 કિલોમીટર ઇકો ઝોન માની પ્રક્રિયાઓ કરવાની રહે છે. આ નિયમના કારણે હાલમાં અભયારણ્યથી 10 કિલોમીટરના વિસ્તારમાં કોઇ સેન્સેટીવ ઝોન એક રીતે તો અમલમાં છે જ તેવુ વનતંત્રએ જણાવ્યુ છે.
- Advertisement -
હાલના ડ્રાફટ નોટિફીકેશન મુજબ 196 ગામનો સમાવેશ થાય છે પરંતુ 10 કિલોમીટરના નિયમ મુજબ 389 ગામનો 3075.476 ચોરસ કિલોમીટર વિસ્તાર આવે છે હવે નવુ નોટિફીકેશન જો લાગુ થાય તો તેમાંથી 193 ગામ બાકાત થઇ જાય તેમ છેઅને 1000 ચોરસ કિલો મીટરનો વિસ્તાર પણ ઘટી જાય છે. જેના કારણે આ ઇકોસેન્સેટીવ ઝોનથી ગ્રામ્ય વિસ્તારમાં ફાયદો હોવાનો નવ વિભાગે દાવો કર્યો છે. જેના લીધે ગામતળમાં કોઇ પણ વિકાસ કામ કરવા માટે મુશ્કેલી પડે તેમ નથીઅને આ સમગ્ર મામલાનો નવા નોટિફીકેશનમાં ઉલ્લેખન પણકરવામાં આવ્યો છે.
ગામ તળમાં કરવાની જતી સરકારી, વ્યક્તિગત પ્રવૃતિઓ માટે ઇકો સેન્સેટીવ ઝોનને લગતી કોઇ પણ પરવાનગી લેવાની રહેશે નહીં. દવાખાના, આંગાવડી, શાળા, પંચાયત કચેરી, નંદઘર, ગામના રસ્તાઓ વિગેરે તમામ વિકાસની પ્રવૃતિઓ માટે કોઇપણ પ્રકારણી મંજૂરીની આવશ્ર્યતા રહેશે નહીં. પોતાના રહેણાંકમકાન પાણીના કનેકશન, વીજ જોડાણ, કુવા બાંધકામ માટે પણ કોઇ જાતની મંજૂરી લેવાની રહેશે નહીં તેવો પણ નોટિફીકેશનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.