ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
માણાવદર શહેરમાં ઉનાળાના પ્રારંભે પાણીના પોકારો જોવા મળી રહ્યો છે ત્યારે માણાવદર શહેરમાં પાંચ દિવસે પાણી વિતરણ થાય છે તો બીજી તરફ માણાવદરના બાવાવડી પુલ પાસે પાણીના ટાંકા માંથી લાઈન લીક હોવાને લીધે પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે.એક તરફ પાણીની એક બુંદ બચાવો વાતો કરતી નગર પાલિકા આજે પોતાના હસ્તક આવેલ પાણીના ટાંકા માંથી પાણીનો બગાડ થતો હોવા દર્શ્યો સામે આવી રહ્યા છે.
- Advertisement -
થોડા દિવસો અગાઉ શહેરમાં ગંદુ અને ન પીવા લાયક પાણી વિતરણ થતા મહિલાઓ પાલિકા કચેરી પોહચી હોબાળો મચાવ્યો હતો અને બીજી તરફ શહેરમાં નિયમિત પાણી નથી મળતું એવા સમયે પાલિકાના પાણીના ટાંકા માંથી ફુવારા છૂટી રહ્યા છે.અને પાણીનો વેડફાટ થતો હોવાથી સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહયો છે.



