ખાસ-ખબર સંવાદદાતા
ભેંસાણ તાલુકાનાં ખારચીયા ગામની વાડી વિસ્તારમાં મહિલાને પ્રસુતિની પીડા થઇ હતી.જેના પગલે 108ને ફોન કર્યો હતો. 108નાં ઇએમટી પ્રજ્ઞેશભાઇ ચૌહાણ અને પાયલોટ જીતુદાનભાઇ ગઢવી પહોંચી ગયા હતાં. સ્થળ પર જ બાળકનો જન્મ થઇ ગયો હતો.પરંતુ બાળક રડતુ ના હતું તેમજ હાથ પગ પણ હલાવતું ન હતું. જેના પગલે 108ની ટીમે ઉપરી તબીબની સલાહ લીધી હતી અને તે મુજબ સારવાર આપી હતી. બાળકને કુત્રિમ શ્ર્વાસ આપ્યાં હતો. જેના પગલે બાળક હલચલન કરતું થયું હતું. 108ની મહેનતનાં કારણે નવજાત બાળકને નવજીવન મળ્યું હતું.