પ્રિ-મોન્સુન કામગીરી છતાં વરસાદી માહોલમાં વીજળી ગુલ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.28
- Advertisement -
જૂનાગઢ શહેરમાં પીજીવીસીએલ કંપની દ્વારા પ્રિ – મોનસુન કામગીરી તો કરી છે છતાં વીજ ધાંધિયા જોવા મળી રહ્યા છે.ચોમાસા પેહલા એક મહિનાથી શહેરના તમામ ડિવિઝનમાં કામગીરી કરવામાં આવી છે છતાં ચોમાસાની ઋતુ શરુ થતા વીજ પુરવઠો ખોરવાતા શહેરીજનો ત્રસ્ત બન્યા છે છાસવારે વીજ પુરવઠો ખોરવાઈ જવાથી લોકો બફારા વચ્ચે અકળાઈ ઉઠે છે.
શહેરમાં પીજીવીસીએલ કંપની દ્વારા છેલ્લા દોઢ મહિનાથી વીજપોલ સાથે વીજ લાઈન અને ટ્રાન્સફોર્મરની કામગીરી કરે છે અને વૃક્ષોની ડાળીઓ કટિંગ કરવામાં આવે છે જેના લીધે ભારે પવન થી વીજ લાઈનને અસર ન થાય હજુ પણ શહેરમાં અનેક જગ્યાએ વીજ પોલ અને ટીસી પાસે વટ વૃક્ષો જોવા મળે છે. ઝાંઝરડા રોડ પર આવેલ ટ્રાઈડેન્ટ કોમ્પ્લેક્ષ પાછળના ભાગે એક વૃક્ષ વીજપોલ પાસે જોવા મળે છે જો વાવાઝોડા સાથે ભારે વરસાદ આવે તો વૃક્ષ ધરાશાય થવાથી વીજ પુરવઠો તો ખોરવાશે સાથે વીજપોલ અને બાજુના ટીસીને પણ નુકશાન થશે બીજી તરફ થોડા વરસાદ પડતાની સાથે વીજ પુરવઠો ખોરવાઈ જવાને લીધે લોકો મુશ્કેલીનો સામનો કરે છે.