આ ઘોડો શોભાયાત્રામાં જોડાયેલો નહીં હોવાનો દાવો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
- Advertisement -
જૂનાગઢ શહેરમાં પરશુરામ જન્મોત્સવ નિમિતે શોભાયાત્રા યોજાઇ હતી. શોભાયાત્રા રાણાવાવ ચોક નજીક પહોંચી ત્યારે એક ભડકી ગયેલો ઘોડો ચડી આવ્યો હતો અને બે મહિલા સહિત પાંચ લોકોને હડફેટે લીધા હતા. જેમાં એક મહિલાને માથાના ઇજા થઇ અને એક મહિલાને ફેકચર થઇ ગયુ હતુ. જયારે અન્ય ત્રણ વ્યક્તિને સામાન્ય ઇજા થઇ હતી બે એમ્બ્યુલન્સમાં ત્રણને ખાનગી હોસ્પિટલમાં અને બે વ્યક્તિને સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખાસેડાયા હતા. જયારે બ્રહ્મ સમાજના આગેવાનોને આ ઘોડો શોભાયાત્રામાં ન હતો. ગલીમાંથી આવ્યો હોવાનું જણાવ્યુ હતુ. જયારે આ બનાવ બનતા શોભાયાત્રામાં દોડધામ મચી ગઇ હતી.



