સોરઠ પંથકમાં ગાજ્યા મેહ વરસ્યા નહીં
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
- Advertisement -
જુનાગઢ સહીત સોરઠ પંથકમાં કાગડોળે રાહ જોતા ખેડૂતો કહ્યું હતું કે, ગાજ્યા મેહ વરસ્યા નહી સારા વરસાદની રાહ જોતા ખેડૂતો ભીમ અગિયારસની વાવણી કરવા તૈયાર હતા પણ જિલ્લામાં જોઇએ તેટલો વરસાદ નહી વરસતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી હતી.
ચોમાસુ સક્રિય થતા જૂનાગઢ શહેરમાં કયાંક હળવા ઝાપટા પડયા હતા જ્યારે જીલ્લામાં પણ માંગરોળ સહીત અનેક ગ્રામ્ય વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ જોવા મળ્યો હતો ત્યારે વાવણી લાયક વરસાદ હજુ પડ્યો નથી બીજી બાજુ પ્રી મોનસુન એક્ટિવીટી શરૂઆત થતા સોરઠ વાસીઓને આગામી દિવસોમાં સારા વરસાદની આશા બાંધણી છે અને આગામી દિવસોમાં સારો વરસાદ પડે તો ખેડૂતો વાવણી કાર્ય કરી શકે જોકે શહેરમાં વાદળછાયું વાતાવરણ સાથે ગીરનાર પર્વત સહીત અનેક વિસ્તારોમાં વરસાદના આગમન થી લોકોને ગરમીથી રાહત મળી હતી એક તરફ આગાહી કારો સારા વરસાદની આગાહી કરી છે ત્યારે ધરતીપુત્રો હજુ સારા વરસાદની રાહ જુવે છે અને વાવણી કરવા તૈયાર છે. જુનાગઢ શહેરના કાળવા ચોક, મધુરમ, ટીંબાવાડી, મોતીબાગ, સાબલપુર ચોકડી, દોલતપરા,જોશીપરા તેમજ અન્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. વરસાદી ઝાપટાથી રોડ પર પાણી ફરી વળ્યા છે. ત્યારે સિઝનના પહેલા વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. આ વર્ષે ઉનાળાની સિઝનમાં અસહ્ય ગરમી પડી છે ત્યારે આ વરસાદી એન્ટ્રીથી લોકોને ગરમી અને બફારાથી પણ રાહત મળી છે.