સ્વચ્છતા માટે 55 ટીપર વાહનનું મનપા દ્વારા લોકાર્પણ કરાયું
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાનગર પાલીકા દ્વારા સ્વચ્છતાને લઇ 55 ટીપર વાહનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. હવે કુલ 75 વાહન થયાં છે, ઘેરઘેર જઇ કચરો એકત્ર કરશે.જૂનાગઢ મહાનગર પાલીકા દ્વારા શહેરમાં ઘેરઘેર કચરો એકત્ર કરવામાં આવે છે. આ કામ ખાનગી એજન્સીએ સોંપવામાં આવ્યું છે.
- Advertisement -
જૂનાગઢ મહાનગર પાલીક દ્વારા નવા 55 ટીપર વાહનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે મનપાનાં મેયર ગીતાબેન પરમાર, કમિશનર રાજેશ તન્ના, ડે.મેયર ગીરીશભાઇ કોટેચા, હરેશભાઇ પરસાણા, મહેન્દ્રભાઇ મશરૂ, અરવિંદભાઇ ભલાણી સહિતનાં હાજર રહ્યાં હતાં. 55 વાહનનો ઉમેરો થતા હવે વાહનની કુલ સંખ્યા 75 થઇ છે. શહેરમાં હવે 75 વાહન કચરો એકત્ર કરશે.
વાહન ખરીદીને લઇ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યાં
વોર્ડ નંબર 6ના કોંગ્રેસી કોર્પોરેટર લલીતભાઇ પણસારાએ મનપાના કમિશ્નરને પત્ર પાઠવી જણાવ્યું છે કે, જે વાહનો જે તે એજન્સીએ ખરીદવાના હતા, તો તે વાહનો ખરીદવા મહાનગરપાલિકાએ જનરલ બોર્ડમાં કેમ દરખાસ્ત મંજૂર કરી છે? ત્યાર બાદ કોના હુકમથી એજન્સીએ વાહનો ખરીદ કરેલા છે? શું મહાનગરપાલિકાના અધિકારી, પદાધિકારીઓને એજન્સી સાથે થયેલ ટેન્ડરની શરતો-એમઓયુથી અંધારામાં છે કે પ્રજાને અંધારામાં રાખે છે?