– આતંકીઓ પાસેથી હથિયારો અને દારૂગોળો મળી આવ્યા
કુપવાડામાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા 3 આતંકીઓને સુરક્ષા દળોએ ઠાર માર્યા છે. સુરક્ષા દળો સાથેની અથડામણમાં માર્યા ગયેલા આ ત્રણ આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા (LeT આતંકવાદીઓ)ના હોવાનું કહેવાય છે. કુપવાડાના જુમાગુંડ ગામમાં આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરીના પ્રયાસની ચોક્કસ માહિતી મળ્યા બાદ પોલીસે ઓપરેશન શરૂ કર્યું હતું જેમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા.
- Advertisement -
#UPDATE | One terrorist was neutralized in an encounter that broke out in Kupwara. The operation is in progress. Further details shall follow: J&K Police
— ANI (@ANI) May 26, 2022
- Advertisement -
ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા લશ્કરના 3 આતંકવાદીઓ માર્યા ગયા
આ અંગે કાશ્મીર ઝોનના આઈજી વિજય કુમારે કહ્યું કે, જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લામાં ગુરુવારે સવારે થયેલા એક અથડામણમાં, પાકિસ્તાન સ્થિત સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) સાથે જોડાયેલા ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા. પોલીસને કુપવાડાના જુમાગુંડ ગામમાં આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરીના પ્રયાસની વિશેષ માહિતી મળી હતી. જે બાદ આતંકીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર, આ એન્કાઉન્ટર કુપવાડામાં ત્યારે શરૂ થયું જ્યારે ઘૂસણખોરી કરી રહેલા આતંકીઓને સેના અને પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યાં.
Jammu and Kashmir | An encounter has started at Najibhat crossing in Kreeri area of Baramulla. Police and Army on job. Further details shall follow: Kashmir Zone Police
— ANI (@ANI) May 25, 2022
આતંકીઓ પાસેથી હથિયારો અને દારૂગોળો મળી આવ્યા
કુપવાડા એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી હથિયારો અને દારૂગોળો સહિત ઘણી વાંધાજનક સામગ્રી મળી આવી છે. તેની ઓળખ શોધવામાં આવી રહી છે. આ પહેલા બુધવારે બારામુલાના કરેરી વિસ્તારમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી જેમાં સુરક્ષા દળોએ બારામુલામાં 3 આતંકીઓને ઠાર કર્યા હતા. આતંકીઓ પાસેથી મોટી માત્રામાં દારૂગોળો મળી આવ્યો છે.