ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાનગર પાલિકાના શાશક પક્ષના પદાધિકારીઓ અને અધિકારીઓની સયુંકત ટીમ દ્વારા ભવનાથ મહાશિવરાત્રી મેળા અનુસંધાને ભવનાથ વિસ્તારમાં જઈ સમગ્ર સ્થળો તથા જરૂરી તમામ કામગીરીઓની સમીક્ષા કરવામાં આવેલ, જેમાં જુનાગઢ મનપાના મેયર ગીતાબેન પરમાર, ધારાસભ્ય સંજયભાઇ કોરડીયા, ભાજપ શહેર પ્રમુખ પુનીતભાઇ શર્મા, સ્ટેન્ડિંગ ચેરમેન હરેશભાઈ પરસાણા, શાશક પક્ષના નેતા કિરીટભાઇ ભીંભા, દંડક અરવિંદભાઈ ભલાણી, શહેર ભાજપ મહામંત્રી સંજયભાઈ મણવર, આ વોર્ડના નગરસેવક એભાભાઈ કટારા, નાયબ કમિશનર વાજા સેક્રેટરી ટોલીયા સહિતના લોકો તથા અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી અને ભવનાથમાં મહાશિવરાત્રી મેળા અનુસંધાને ચાલી રહેલ કામોની મુલાકાત લીધેલ.ભવનાથ મંદિરના મહંત, અખિલ ભારતીય અખાડાના મંત્રી તથા જૂના અખાડાના સંઘરક્ષક હરીગીરીજી મહારાજના હસ્તે ભવનાથ મંદિર ખાતે સન્માનિત કરવામાં આવેલ તેમજ ભવનાથ દાદા અને ગિરનારી સંતો મહંતોના આશિષ મેળવેલ.
શિવરાત્રી મેળા સંદર્ભે મહાનગરપાલિકા પદાધિકારીઓએ સંતો સાથે મુલાકાત કરી
