વોર્ડ નં.૨માં એરપોર્ટ રોડ પર આવેલ અમરજીતનગર ખાતે બહેનો માટે માઠા પ્રસંગે નાહવાના બાથરૂમનું ખાતમુહુર્ત કરતા વોર્ડ નં.૨ના વોર્ડ પ્રભારી તથા વોર્ડ નં.૨ના કોર્પોરેટ૨ઓ
વોર્ડ નં.૨માં એરપોર્ટ રોડ પર આવેલ અમરજીતનગર ખાતે બહેનો માટે માઠા પ્રસંગે નાહવાના બાથરૂમનું ખાતમુહુર્ત વોર્ડ નં.૨ના પ્રભારી મનુભાઈ વઘાસીયા તથા વોર્ડ નં.૨ના કોર્પોરેટર તથા ડે.મેયર દર્શિતાબેન શાહ, વોર્ડ નં.૨ના કોર્પોરેટર તથા સ્થાયી સમિતિના સભ્ય મનીષભાઈ રાડીયા તથા જયમીનભાઇ ઠાકર તથા વોર્ડ નં.૨ના કોર્પોરેટર મીનાબા જાડેજાના વરદ હસ્તે કરવામાં આવેલ. આ કામગીરીથી આ વિસ્તારના બહેનોને માઠા પ્રસંગે નાહવા માટેના બાથરૂમની સુવિધા મળી રહેશે.
આ પ્રસંગે વોર્ડ નં.૨ના પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, વોર્ડ નં.૨ના મહામંત્રી દશરથભાઈ વાળા તથા ભાવેશભાઈ ટોયટા તથા વોર્ડ અગ્રણી ધર્મેન્દ્રભાઈ મીરાણી, ગુલાબસિંહ જાડેજા, પ્રીતેશભાઈ પોપટ, જે.ડી. ઉપાધ્યાય, પંકજભાઈ જોશી, પુષ્પકભાઇ, દીપકભાઈ ભટ્ટ, જેન્તીભાઈ બુધેલીયા, મુસાભાઈ, લક્ષ્મણભાઈ, ભરતભાઈ કાઠી, રાજકોટ શહેર ભાજપ મંત્રી દીપાબેન કાચા તથા મહિલા મોરચના અગ્રણીશ્રીઓ દેવ્યાનીબેન રાવલ, જસુમતીબેન વસાણી, હર્ષિદાબા, સીમાબેન અગ્રવાલ, પલ્લવીબેન, માધવીબેન, શ્રદ્ધાબેન સીમેજીયા, ભારતીબેન પંડ્યા, ભાવનાબેન વિગેરે ઉપસ્થિત રહેલ.